NDAના પ્રચંડ વિજય અંગે આડવાણીએ વ્યક્ત કરી ખુશી, કહ્યું ઐતિહાસિક વિજયથી ઘણો ખુશ છું
શનિવારે સંસદ ભવનની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં અડવાણીએ કહ્યું કે, "આ એક મોટો ઐતિહાસિક વિજય છે. આ ચૂંટણીમાં ભાગ લેનારો દરેક વ્યક્તિ ખુબ જ ખુશ છે"
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક નેતાઓમાંના એક અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના વિજય અંગે ખુશી વ્યક્ત કરી હતી. શનિવારે સંસદ ભવનની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં અડવાણીએ કહ્યું કે, "આ એક મોટો ઐતિહાસિક વિજય છે. આ ચૂંટણીમાં ભાગ લેનારો દરેક વ્યક્તિ ખુબ જ ખુશ છે"
લોકસભા ચૂંટણીમાં વિજય મળ્યા પછી શુક્રવારે નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે અડવાણીના ઘરે જઈને તેમનો આશિર્વાદ લીધો હતો. મોદીની આગવાનીવાળી ભાજપને આ વખતની ચૂંટણીમાં 303 સીટ પર વિજય પ્રાપ્ત થયો છે.
નરેન્દ્ર મોદી અને અમિત શાહ અડવાણીને મળ્યા પછી પાર્ટીના બીજા વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને પણ મળવા ગયા હતા અને તેમનો પણ આશિર્વાદ લીધો હતો.
મુરલી મનોહર જોશીએ કહ્યું કે, અમે પાર્ટી બનાવી અને પાયાનો પથ્થર મુક્યો હતો. જે ઝાડ લગાવ્યું હતું તે ફળદાયી છે અને હવે તેમાં ફળ લાગી રહ્યા છે.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે