અલીગઢ: રામાયણના પાઠ કરતા મુસ્લિમ યુવકને પાડોશીએ માર્યો, હાર્મોનિયમ તોડી નાખ્યું

અલીગઢના પોલીસ સ્ટેશન અંતર્ગત દેહલીગેટ વિસ્તારના મહેફૂઝનગર ગોશ્તવાલી ગલીમાં ઘરમાં રામાયણનું પઠન કરી રહેલા મુસ્લિમ શ્રદ્ધાળુની મોહલ્લાના લોકોએ જ પીટાઈ કરી અને તેમનું હાર્મોનિયમ પણ તોડી નાખ્યું.

અલીગઢ: રામાયણના પાઠ કરતા મુસ્લિમ યુવકને પાડોશીએ માર્યો, હાર્મોનિયમ તોડી નાખ્યું

અલીગઢ: અલીગઢના પોલીસ સ્ટેશન અંતર્ગત દેહલીગેટ વિસ્તારના મહેફૂઝનગર ગોશ્તવાલી ગલીમાં ઘરમાં રામાયણનું પઠન કરી રહેલા મુસ્લિમ શ્રદ્ધાળુની મોહલ્લાના લોકોએ જ પીટાઈ કરી અને તેમનું હાર્મોનિયમ પણ તોડી નાખ્યું. દબંગો ત્યાંથી ધાર્મિક ગ્રંથ પણ ઉઠાવી ગયાં. પીડિત તૂટેલું હાર્મોનિયમ લઈને એસએસપી કાર્યાલય પહોંચ્યા અને ત્યાં તેમણે એસએસપીને સમગ્ર મામલાની માહિતી આપી. એસએસપીએ આરોપીઓ વિરુદધ કેસ દાખલ કરીને કાર્યવાહીના આદેશ આપ્યાં છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા ગુરુવારે મોડી રાત સુધીમાં બે આરોપીઓની ધરપકડ  કરી લીધી. 

મળતી માહિતી મુજબ મહેફૂઝનગર નિવાસી દિલશેર મીટ ફેક્ટરીમાં સિક્યુરિટી ગાર્ડ છે. તેઓ ગુરુવારે સવારે રાતપાળી કરીને ઘરે આવ્યાં ત્યારબાદ ન્હાઈને રામાયણનો પાઠ કરવા બેસી ગયાં. એવો આરોપ છે કે આ દરમિયાન સમીર અને ઝાકીર સહિત કેટલાક યુવકો ઘરમાં ઘૂસી ગયા અને ગાળાગાળી કરીને મારપીટ કરવા લાગ્યાં. આરોપીઓએ હાર્મોનિયમ પણ તોડી નાખ્યું હતું. 

દિલશીરનો આરોપ છે કે આરોપીઓએ તેમને ધમકી આપી છે કે જો તેમણે હવે પાઠ કર્યો તો તેઓ તેમને મારી નાખશે. દિલશેરે સિક્યુરિટી એજન્સીના સુપરવાઈઝરને તેની જાણ કરી. તેમણે પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપી. દિલશેર પોતાનું હાર્મોનિયમ લઈને એસએસપી કાર્યાલય ગયા જ્યાં ફરિયાદ કરી. એસએસપીના આદેશ પર આરોપીઓ વિરુદ્ધ રિપોર્ટ દાખલ થયો. 

જુઓ LIVE TV

દિલશેરે રામાયણ પાઠને પોતાની આદતમાં સામેલ કર્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ રોજ ન્હાયા બાદ રામાયણ વાંચવાનું ભૂલતા નથી. અનેક ચોપાઈઓ તેમને યાદ છે. તેઓ ગીતા પણ વાંચે છે. તેમણે કહ્યું કે 1979થી રામાયણ પાઠ કરે છે. તેનાથી તેમના મનને શાંતિ મળે છે. આ વાતનો કેટલાક લોકો વિરોધ કરે છે અને છાશવારે ધમકાયા કરે છે. તેમણે પોલીસને જણાવ્યું કે દર વખતે તેમના જીવને જોખમ રહે છે. દિલશેરની પત્ની નફીસાએ જણાવ્યું કે તેઓ લગ્ન પહેલાથી જ ગીતા-રામાયણ વાંચે છે. અમે તો નમાજ પઢીએ છીએ પરંતુ તેઓ રામાયણ વાંચે છે અને એમને તેમનાથી કોઈ આપત્તિ નથી. 

આ બાજુ અલીગઢ પોલીસે પીડિત દિલશેરની ફરિયાદ પર ગુનો દાખલ કર્યો છે અને આ મામલે કાર્યવાહી કરતા બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news