Breaking: જમ્મુ અને કાશ્મીરમાં સોમવાર બપોરથી તમામ Postpaid મોબાઈલ સેવાઓ શરૂ થઈ જશે

કાશ્મીર (Kashmir)થી કલમ 370 હટાવાયા બાદ સુરક્ષા કારણોસર જમ્મુ અને કાશ્મીરમાં લગાવેલા પ્રતિબંધો ધીરે ધીરે હટાવી લેવામાં આવી રહ્યાં છે.

Breaking: જમ્મુ અને કાશ્મીરમાં સોમવાર બપોરથી તમામ Postpaid મોબાઈલ સેવાઓ શરૂ થઈ જશે

નવી દિલ્હી: કાશ્મીર (Kashmir)થી કલમ 370 હટાવાયા બાદ સુરક્ષા કારણોસર જમ્મુ અને કાશ્મીરમાં લગાવેલા પ્રતિબંધો ધીરે ધીરે હટાવી લેવામાં આવી રહ્યાં છે. હવે જમ્મુ અને કાશ્મીરમાં આગામી સોમવાર 14મી ઓક્ટોબરથી તમામ પોસ્ટપેડ મોબાઈલ સેવાઓ બહાલ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના પ્રધાન સચિવ રોહિત કંસલે મીડિયાને આ જાણકારી આપી. 

એક પ્રેસ કોન્ફરન્સમાં કંસલે પત્રકારોને જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં 25 ઈન્ટરનેટ ક્યોસ્ક ઓપરેટેડ છે. આ અઠવાડિયે ટ્રાવેલ એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. ઈન્ટરનેટ સુવિધા ટુરિસ્ટો માટે ચાલુ થઈ ગઈ છે. જ્યારે સફરજનના ભાવોમાં પણ સુધારો  થયો છે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે 14 ઓક્ટોબરથી તમામ પોસ્ટપેડ મોબાઈલ ફોન સેવાઓ શરૂ થઈ જશે. 10 જિલ્લાઓમાં આ સુવિધા શરૂ કરાશે. તેમણે કહ્યું કે 5 ઓગસ્ટના રોજથી જે રિસ્ટ્રિક્શન્સ હતાં તે થોડા દિવસો માટે જ હતાં જે હવે ધીરે ધીરે હટાવી લેવામાં આવી રહ્યાં છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે 11 હજાર શાળાઓ છે જે બધી ખુલી ગઈ છે. અનેક ફેઝમાં શાળાઓ ખોલવામાં આવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news