અમેઠીના એક ગામના સરપંચની ગોળી મારીને હત્યા, ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીની હતા નજીક

અજાણ્યા લોકો આવીને તેમની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા, ઘાયલ સુરેન્દ્ર સિંહને લખનઉના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું ઈલાજ દરમિયાન મૃત્યુ થયું હતું 
 

અમેઠીના એક ગામના સરપંચની ગોળી મારીને હત્યા, ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીની હતા નજીક

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના અમેઠીમાં શનિવારે રાત્રે એક ગોળીબારની ઘટના ઘટી હતી. જેમાં જામો પોલિસ સ્ટેશન અંતર્ગત આવતા બરોલિયા ગામના પૂર્વ સરપંચની અજાણ્યા લોકોએ આવીને હત્યા કરી દીધી હતી. સુરેન્દ્ર સિંહ તેના ઘરની બહાર ઉંઘતા હતા ત્યારે કેટલાક ગુંડા તત્વોએ આવીને તેમને ગોળી મારી અને પછી ફરાર થઈ ગયા હતા. 

ઘાયલ સુરેન્દ્ર સિંહને લખનઉના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું ઈલાજ દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર બરોલિયા ગામના આ પૂર્વ સરપંચ અમેઠીથી નવા ચૂંટાયેલા સાંસદ સ્મૃતિ ઈરાનીની અત્યંત નજીક હતા.

 

(ચૂંટણી પ્રચાર દરમિયાન એક કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાની સાથે સુરેન્દ્ર સિંહ. ફાઈલ ફોટો)

લોકસભા ચૂંટણી 2019માં તેમણે સ્મૃતિ ઈરાનીના સમર્થનમાં જોરદાર પ્રચાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાં લોકસભા ચૂંટણી 2019માં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news