સંસદ બાદ હવે કૃષિ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, વિપક્ષની અપીલ બેઅસર

કિસાનો અને રાજકીય પક્ષોના સતત વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રવિવારે ચોમાસુ સત્રમાં સંસદથી પાસ કિસાનો અને ખેતી સાથે જોડાયેલા બિલો પર પોતાની મંજૂરી આપી દીધી છે.

Updated By: Sep 27, 2020, 06:50 PM IST
સંસદ બાદ હવે કૃષિ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, વિપક્ષની અપીલ બેઅસર

નવી દિલ્હીઃ કિસાનો અને રાજકીય પક્ષોના સતત વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રવિવારે ચોમાસુ સત્રમાં સંસદથી પાસ કિસાનો અને ખેતી સાથે જોડાયેલા બિલો પર પોતાની મંજૂરી આપી દીધી છે. કિસાન અને રાજકીય પક્ષ આ બિલને પરત લેવાની માગ કરી રહ્યાં હતા પરંતુ તેમની અપીલ કામ આવી નથી. 

સંસદના ચોમાસુ સત્રમાં લાવવામાં આવેલ ખેડુતો વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) બિલ 2020, ખેડુતો (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ બિલ 2020, આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) બિલ -2020ને પહેલા સંસદના બંન્ને ગૃહોની મંજૂરી મળી ચુકી છે. હવે તેના પર રાષ્ટ્રપતિની મહોર પણ લાગી ગઈ છે. આ ત્રણેય બિલ કોરોના કાળમાં પાંચ જૂને જાહેર કરાયેલા ત્રણ અધ્યાદેશોનું સ્થાન લેશે. 

આ વચ્ચે બુધવારે કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. વિપક્ષના પ્રતિનિધિમંડળ તરફથી ગુલામ નબી આઝાદ રાષ્ટ્રપતિને મળ્યા હતા. આઝાદે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ જણાવ્યુ હતુ કે, તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે અને કહ્યું કે, બધા રાજકીય પક્ષો સાથે વાત કરીને આ બિલ લાવવાની જરૂર હતી. 

ફ્રાન્સે ભારતને સોંપ્યા વધુ 5 રાફેલ ફાઇટર જેટ, ચીની J-20 માટે બનશે 'કાળ'

તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યથી આ બિલ ન સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યા ન સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવ્યા. પાંચ અલગ-અલગદ પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા. કિસાન બિલોને લઈને વિપક્ષ દ્વારા સતત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગુલામ નબી આઝાદે કહ્યુ હતુ કે કિસાન પોતાના લોહી-પરસેવાને એક કરીને અનાજ પેદા કરે છે. કિસાન દેશની કરોડરજજુ છે. 

3 બિલ સંસદમાંથી પસાર
સંસદના બંન્ને ગૃહોએ 3 મહત્વના કૃષિ બિલના વિરોધમાં વિપક્ષમાં સામેલ રાજકીય પક્ષો સહિત કિસાન સંગઠનો દ્વારા 25 સપ્ટેમ્બર શુક્રવારે ભારત બંધ બોલાવવામાં આવ્યું હતું. જેની સૌથી વધુ અસર ઉત્તર ભારત, ખાસ કરીને પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જોવા મળી હતી. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube