લોકસભા ચૂંટણી 2019: BJP-શિવસેના વચ્ચે 25:23ની ફોર્મ્યુલા થઇ નક્કી
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) પહેલા ભાજપના નેજા હેઠળની રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (NDA) માટે એક મોટા અને મહત્વનાં સમાચાર સામે આવ્યા છે.
Trending Photos
મુંબઇ : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) પહેલા ભાજપના નેજા હેઠળની રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (NDA) માટે એક મોટા અને મહત્વનાં સમાચાર સામે આવ્યા છે. બંન્ને દળ લોકસભા અને વિધાનસભામાં ગઠબંધન સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત એવા સમયે યોજાઇ જ્યારે સંકેત મળી રહ્યા હતા કે બંન્ને દળ આગામી સમયમાં પણ પોતાનું ગઠબંધન યથાવત્ત રાખી શકે છે.
ભાજપ અને શિવસેનાનો વિચાર એક-ફડણવીસ
જયપુરથી મુંબઇ આવ્યા બાદ અમિત શાહે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત યોજી હતી અને ઉપનગર બાંદ્રામા શિવસેના પ્રમુખનાં આવાસ માતોશ્રી ગયા. વાતચીત બાદ ભાજપ અધ્યક્ષ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમારી વચ્ચે મતભેદ છે, પરંતુ અમારા વિચારો એક છે. ફડણવીસે કહ્યું કેસ શિવસેના અને ભાજપ 25 વર્ષોથી એક સાથે છે, આ મતભેદ ભુલાવીને સાથે આવવાનો સમય છે. અમે સાડા ચાર વર્ષ સુધી સાથે મળીને સરકાર ચલાવી છે. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પર બંન્ને પાર્ટીઓનો વિચાર એક જ છે.
ભાજપનું સૌથી જુનુ સાથી છે શિવસેના
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, ભાજપના સૌથી જુના સાથે શિવસેના અને અકાલી દળ છે. પહેલાની તમામ સમસ્યાઓ હટી ચુકી છે. ગઠબંધન માત્ર ચૂંટણી માટે નથી. બંન્ને પાર્ટીઓએ દશકો સુધી સાથે સંઘર્ષ કર્યો છે. તેમણે દાવો કર્યો કે મહારાષ્ટ્રની 48માંથી 45 સીટો પર ભાજપ જીતના ઝંડા ફરકાવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ભાગીદાર હોવા છતા ભાજપ અને શિવસેનાની વચ્ચે સંબંધોમા ખટાશ આવી હતી. એક વર્ષ પહેલા ઠાકરેનાં નેતૃત્વવાળી પાર્ટીએ આગામી ચૂંટણીમાં એકલા હાથે લડવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.
સીટ શેરિંગનો વિવાદ ઉકલ્યો
ગત્ત થોડા સમયથી એનડીએથી અંતર બનાવનારા ઘટક દળ શિવસેના એકવાર ફરીથી તેમાં સમાઇ ચુકી છે. આ સાથે જ શિવસેના અને ભાજપની વચ્ચે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી મદ્દે થયેલ વિવાદ ઉકેલાઇ ગયો છે. ભાજપ અધ્યક્ષ અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ બંન્ને આગામી ચૂંટણીમાં બંન્ને દળો વચ્ચે ગઠબંધન મુદ્દે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી.
લોકસભા માટે સીટ શેરિંગની ફોર્મ્યુલા
આ સાથે જ શિવસેનાની એનડીએમાં વાપસી થઇ છે. મહારાષ્ટ્રની કુલ 48 લોકસભા સીટો પૈકી ભાજપ 25 સીટો પર ચૂંટણી લડશે જ્યારે શિવસેના 23 સીટો પર ચૂંટણી લડશે. બીજી તરફ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ મહારાષ્ટ્રમાં એનડીએનાં નાના ધટક દળો સાથે વાતચીત કરશે. તેમને સીટો આપ્યા બાદ બંન્ને પાર્ટીઓ અડધી-અડધી સીટો પર ચૂંટણી લડવા માટેની ફોર્મ્યુલા પર ચાલશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે