Exclusive : સત્તા વિરોધી લહેર પીએમ મોદી માટે નહીં પણ સિદ્ધારમૈયા માટે : અમિત શાહ

ઝી ન્યૂઝ સાથે કરી ખાસ મુલાકાત 

Exclusive : સત્તા વિરોધી લહેર પીએમ મોદી માટે નહીં પણ સિદ્ધારમૈયા માટે : અમિત શાહ

બેંગ્લુરુ : બીજેપી અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે કર્ણાટકમાં બીજેપી પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. કર્ણાટકમાં હાલમાં નરેન્દ્ર મોદીની લહેર ચાલી રહી છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા વિકાસના કામ જનતા વચ્ચે જઈને બોલીને રહ્યા છે અને કોંગ્રેસે 70 વર્ષમાં જે નથી કર્યું એ બીજેપીએ 4 વર્ષમાં કરીને બતાવ્યું છે. 

ઝી ન્યૂઝ સાથેની ખાસ મુલાકાતમાં બીજેપી અધ્યક્ષે કહ્યું કે ચાર વર્ષના કાર્યકાળમાં બીજેપીએ હંમેશા છેવાડાના વ્યક્તિ્ને લક્ષ્યમાં રાખ્યો છે. આજે દેશના દરેક ગામમાં વીજળી પહોંચી છે. ગરીબ લોકો માટે સ્વાસ્થ્ય બીમા યોજના શરૂ કરાઈ છે. મહિલા સશક્તિકરણ માટે અનેક યોજના શરૂ કરવામાં આવી છે. આજે આખી દનિયા ભારતની ક્ષમતાને ઓળખે છે. ભારત સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. 

કર્ણાટક ચૂંટણીમાં જિન્નાહનો મુદ્દો ઉઠાવવાના મામલે અમિત શાહે કહ્યું કે બીજેપી માત્ર વિકાસની વાત કરે છે અને તે કોઈ જિન્નાહ9 કે પાકિસ્તાનનો મુદ્દો નથી ઉઠાવતી. આ પ્રકારના મુદ્દા મીડિયા કે પછી કોંગ્રેસ દ્વારા જ ઉઠાવવામાં આવે છે. બીજેપી માત્ર વિકાસની વાત કરે છે અને આખા દેશમાં બીજેપીએ માત્ર આ મુદ્દાના આધારે જ જીત મેળવી છે. લિંગાયત ફેક્ટરના મામલે બીજેપી અધ્યક્ષે કહ્યું કે લિંગાયત સમુદાયને ભલે કોંગ્રેસ ચૂંટણીમાં કેશ કરવાનો વિચાર કરતી હોય પણ હકીકત એ છે કે કર્ણાટકની જનતા કોંગ્રેસ શાસનથી ત્રસ્ત છે અને એ બદલાવ ઇચ્છે છે. 

જેડીએસ સાથે ગઠબંધનના મામલે અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે કર્ણાટકમાં 50થી વધારે સીટ પર બીજેપી અને જનતા દળ (એસ) વચ્ચે કોઈ સીધી સ્પર્ધા નથી. આ કારણોસર જેડીએસ સાથે ગઠબંધનનો સવાલ જ ઉભો નથી થતો. કર્ણાટકમાં બીજેપીનો ચૂંટણી પહેલાં કે ચૂંટણી પછી કોઈ પાર્ટનર નથી. અહીં પક્ષ પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યો છે. 

યેદિયુરપ્પાને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાના મુદ્દે પાર્ટી પ્રમુખે કહ્યું કે આ દેશમાં વ્યવસ્થા નામની પણ કોઈ વસ્તુ છે. કોર્ટે યેદિયુરપ્પાને ક્લિન ચીટ આપી દીધી છે તો પછી કોઈ સવાલ ઉભો નથી થતો. ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાનનો જરૂર કરતા વધારે ઉપયોગ કરવાના મામલે અમિત શાહે સ્પષતા કરી છે કે દેશે 10 વર્ષ એવા વડાપ્રધાનને સહન કર્યા છે જેણે કોઈ પ્રચાર જ નથી કર્યો એટલે એવી માનસિકતા ઉભી થઈ છે કે વડાપ્રધાન પ્રચાર જ કરી શકે. લોકશાહીમાં ચૂંટણી એવો અવસર હોય છે જ્યારે નેતાની પ્રજા સાથે સંવાદ સાધવાનો મોકો મળે છે અને વડાપ્રધાન આ મોકાનો જ ઉપયોગ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news