યૂપીમાં ફ્રાંસ વિરૂદ્ધ પ્રદર્શન પર યોગી સરકાર સખત, ભર્યું આ પગલું

ફ્રાંસ (France) વિરોધની આગ હવે ભારત સુધી પહોંચી ચૂકી છે. ફ્રાંસના રાષ્ટ્રપપતિ ઇમૈનુએલ મૈક્રો (Emmanuel Macron) ના 'ઇસ્લામિક આતંકવાદ' સંબંધી નિવેદન વિરૂદ્ધ દેશના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા.

યૂપીમાં ફ્રાંસ વિરૂદ્ધ પ્રદર્શન પર યોગી સરકાર સખત, ભર્યું આ પગલું

નવી દિલ્હી: ફ્રાંસ (France) વિરોધની આગ હવે ભારત સુધી પહોંચી ચૂકી છે. ફ્રાંસના રાષ્ટ્રપપતિ ઇમૈનુએલ મૈક્રો (Emmanuel Macron) ના 'ઇસ્લામિક આતંકવાદ' સંબંધી નિવેદન વિરૂદ્ધ દેશના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા. જોકે ઉત્તર પ્રદેશની યોગી સરકાર (Yogi Government) એ સ્પષ્ટ કરી દીધું છે કે એવા પ્રદર્શન સહન ન કરવામાં આવે. 

કડક કાર્યવાહી કરવામાં આવશે
ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં ફ્રાંસ વિરૂદ્ધ પ્રદર્શન પર કડક વલણ અપનાવવામાં આવ્યું છે. યૂપી ડીજીપી કાર્યાલય તરફથી એલર્ટ જાહેર કરી કહેવામાં આવ્યું છે કે હિંસા અને ઉપદ્રવ કરનાર કડવાઇથી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ સંવેદનશીલ જિલ્લામાં પેટ્રોલિંગ વધારવા નિર્દેશ પણ આપવામાં આવે છે. 

ભોપાલમાં પ્રદર્શન પર કેસ
યૂપીના બરેલી અને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં ફ્રાંસીસી રાષ્ટ્રપતિ મૈક્રોના નિવેદનના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યા. આ દરમિયાન પ્રદરશનકારીઓએ ફ્રાંસ વિરોધી નારેબાજી પણ કરી. તો બીજી તરફ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ (Bhopal) માં પ્રદર્શન થયા.

અહીં કોંગ્રેસ ધારાસભ્ય આરિફ મસૂદ (Congress MLA Arif Masood) ના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા અને ફ્રાંસના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ નારા લગાવ્યા. પોલીસે શાંતિ ભંગ કરવા અને સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ સાથે કટ્ટરપંથ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news