આ 20 દેશમાં ભારતીય નાગરિકો વગર વિઝાએ ફરવા માટે જઈ શકે છે!

બ્રાઝીલ જ એક એવો દેશ નથી જ્યાં ભારતીયોને વિઝા લેવાની અનિવાર્યતા નથી. વિશ્વમાં કુલ 58 દેશ એવા છે જ્યાં જવા માટે ભારતીય નાગરિકોને વિઝા લેવાની જરૂર પડતી નથી. એટલે કે, આમાંથી કેટલાક દેશ એવા છે જ્યાં તમારે માત્ર 6 મહિના જૂનો પાસપોર્ટ લઈને પહોંચી જવાનું છે અને નક્કી થયેલા દિવસ સુધી તમે ત્યાં વગર વિઝાએ રહી શકો છો તો વળી કેટલાક દેશમાં તમને વિઝા ઓન એરાઈવલ એટલે કે જે-તે દેશમાં પહોંચ્યા પછી એરપોર્ટ પર જ વિઝા આપી દેવામાં આવે છે. 
 

આ 20 દેશમાં ભારતીય નાગરિકો વગર વિઝાએ ફરવા માટે જઈ શકે છે!

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ શુક્રવારે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય અને ચીનના નાગરિકોને હવે તેમના દેશની મુલાકાત લેવા માટે વિઝા લેવાની જરૂરિયાત નથી. બ્રાઝીલમાં અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નાગરિકોને વિઝા લેવાની જરૂર પડતી નથી. હવે ભારત પણ તેમની શ્રેણીમાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે, આગામી 13-14 નવેમ્બરના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ દેશોની બેઠકમાં ભાગ લેવા માટે બ્રાઝીલની રાજધાની બ્રાસિલિયાની મુલાકાતે જવાના છે. 

બ્રાઝીલ જ એક એવો દેશ નથી જ્યાં ભારતીયોને વિઝા લેવાની અનિવાર્યતા નથી. વિશ્વમાં કુલ 58 દેશ એવા છે જ્યાં જવા માટે ભારતીય નાગરિકોને વિઝા લેવાની જરૂર પડતી નથી. એટલે કે, આમાંથી કેટલાક દેશ એવા છે જ્યાં તમારે માત્ર 6 મહિના જૂનો પાસપોર્ટ લઈને પહોંચી જવાનું છે અને નક્કી થયેલા દિવસ સુધી તમે ત્યાં વગર વિઝાએ રહી શકો છો તો વળી કેટલાક દેશમાં તમને વિઝા ઓન એરાઈવલ એટલે કે જે-તે દેશમાં પહોંચ્યા પછી એરપોર્ટ પર જ વિઝા આપી દેવામાં આવે છે. 

કયા 20 દેશમાં વિઝાની બિલકુલ જરૂર પડતી નથી?
1. માઈક્રોનેસિયાઃ પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ટાપુ પર વસેલા આ દેશમાં 30 દિવસ સુધી વગર વિઝાએ રહી શકાય છે. 
2. મોરેશિયસઃ દક્ષિણ હિન્દ મહાસાગરમાં ટાપુઓ પર વસેલા મોરેશિયસમાં 60 દિવસ સુધી વિઝા વગર રહેવાની મંજુરી છે. 
3. મકાઉઃ પર્લ નદીના ડેલ્ટા પર આવેલા ચીનના વહીવટી તંત્રમાં આવતા દેશમાં ભારતીય નાગરિકને 30 દિવસ સુધી વિઝા લેવાની જરૂર પડતી નથી. 
4. સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનિડિનેસઃ આ પણ એક કેરેબિયન દેશ છે, જ્યાં ભારતીય નાગરિકો વગર વિઝાએ 30 દિવસ સુધી રહી શકે છે. 
5. સેનેગલઃ પશ્ચિમ આફ્રિકાના એટલાન્ટિક સમુદ્રી વિસ્તારમાં આવેલા સેનેગલમાં ભારતીય નાગરિકો 90 દિવસ સુધી વિઝા વગર રહી શકે છે. 

6. સેન્ટ કિટ્સ એન્ડ નેવિસઃ ભૂમધ્ય રેખાના દક્ષિણમાં આવેલા કેરેબિયન ટાપુઓ પર વસેલા આ દેશમાં 30 દિવસ સુધી વિઝા વગર રહેવાની મંજુરી છે. 
7. પેલેસ્ટાઈનઃ પેલેસ્ટાઈનમાં પણ ભારતીય પાસપોર્ટ પર વગર વિઝાએ રહી શકાય છે. 
8. જમૈકાઃ કેરેબિયન ટાપુઓ પર વસેલા જમૈકામાં ભારતીયો 14 દિવસ સુધી વિઝા વગર રહી શકે છે. 
9. વાનુવાતુઃ દક્ષિણ પ્રશાંત મહાસાગરનો ટાપુ પર વસેલા વાનુવાતુ દેશમાં ભારતીયો 6 મહિના સુધી વગર વિઝાએ રહી શકે છે. 
10. ટ્રિનદાદ એન્ડ ટોબેગોઃ એટલાન્ટિક મહાસાગરના મધ્ય વિસ્તારમાં કેરેબિયન સમુદ્રી દેશ ટ્રિનિદાદ એન્ડ ટોબેગોમાં પણ ભારતીયો 6 મહિના સુધી વગર વિઝાએ રહી શકે છે. માત્ર તમારી પાસે ભારતીય પાસપોર્ટ હોવો અનિવાર્ય છે. 

11. ઈન્ડોનેશિયાઃ 3000 ટાપુઓના બનેલા ઈન્ડોનેશઇયામાં ભારતીય નાગરિકોને 30 દિવસ સુધી વિઝાની જરૂર પડતી નથી. 
12. હૈતીઃ કેરેબિયન ટાપુઓમાં વસેલા આ દેશમાં 90 દિવસ સુધી વિઝા વગર રહી શકાય છે. 
13. ગ્રેનેડાઃ કેરેબિયન દેશમાં 90 દિવસ સુધી ભારતીય પાસપોર્ટ પર રહી શકાય છે. 
14. નેપાળઃ પડોશી દેશ નેપાળમાં જવા માટે ક્યારેય વિઝાની જરૂર પડતી નથી. 
15. ભુટાનઃ ભુટાન પણ પડોશી દેશ છે અને અહીં વિઝાની જરૂર પડતી નથી. 

16. ડોમેનિકાઃ વેસ્ટ ઈન્ડિઝના એક કેરેબિયન દેશમાં 6 મહિના સુધી ભારતીય નાગરિક વિઝા વગર રહી શકે છે. 
17. ફિજીઃ પૂર્વ પ્રશાંત મહાસાગરમાં આવેલો ટાપુ પર વસેલા આ દેશ સાથે કરાર મુજબ 120 દિવસ સુધી વિઝા લેવાની જરૂર પડતી નથી. 
18. સલ્વાડોરઃ પ્રશાંત મહાસાગરમાં જ ટાપુઓ પર વસેલા આ દેશમાં ભારતીય નાગરિકો 30 દિવસ સુધી વિઝા વગર રહી શકે છે. 
19. ઈક્વાડોરઃ દક્ષિણ અમેરિકાના આ લોકશાહી દેશમાં 90 દિવસ સુધી રહી શકાય છે. 
20. બ્રાઝીલઃ 25 ઓક્ટોબરના રોજ બ્રાઝીલના રાષ્ટ્રપતિએ ભારતીયો માટે વિઝાની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે. 

હેનલી પાસપોર્ટ સૂચકાંકમાં ભારત 86મા ક્રમે 
જુલાઈ મહિનામાં આવેલા હેનલી પાસપોર્ટ સૂચકાંકમાં ભારતને 86મું સ્થાન મળ્યું હતું અને તેના પાસપોર્ટનો સ્કોર 58 હતો. એટલે કે, ભારતના પાસપોર્ટ પર તમે 58 દેશની અગાઉથી વિઝા લીધા વગર યાત્રા કરી શકો છો. ભારતનો ક્રમ 86મો હતો અને તેની સાથે મોરિશિયા, સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપ જેવા દેશ હતા. આ વર્ષની શરૂઆતમાં ભારત 79મા સ્થાને હતું અને ભારતના પાસપોર્ટ પર 61 દેશમાં વગર વિઝાએ જવાની અનુમતિ હતી.

ભારતના પાસપોર્ટ પર કયા 58 દેશની યાત્રા કરી શકાય? 
થાઈલેન્ડ, મોરેશિયસ, ઈક્વાડોર, બ્રિજિશ વર્ઝિન આઈલેન્ડ્સ, કૂક આઈલેન્ડ્સ, ભૂટાન, સેશેલ્સ, ડોમિનિકા, હૈતી, અલસલ્વાડોર, કંબોડિયા, ટોગો, બોલિવિયા, સેન્ટ લુસિયા, ફિજી, માલદીવ, કેન્યા, ગુયાના, જમૈકા, માઈક્રોનેસિયા, મકાઉ, તાન્ઝાનિયા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, ઈન્ડોનેશિયા, ઈથોપિયા, સેન્ટ વિન્સેન્ટ, સામોઆ, ઈરાક, મડાગાસ્કર, ગ્રેનાડા, તુવાલુ, નેપાળ, મોઝામ્બિક, ટ્રિનદાદ એન્ડ ટોબેગો, નિયુ, લાઓસ, યુગાન્ડા, મોન્સેરત, પલાઉ, જોર્ડન, ગિનિયા બિસાઉ, નિકારાગુઆ, તિમોર લેસે, કેપ વર્ડે, ટકર્સ એન્ડ કૈકસ, કોમોરસ આઈલેન્ડ્સ, ઝિમ્બાબ્વે, સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપ, રવાન્ડા, મલેશિયા, જ્યોર્જિયા, ગેબન, એન્ટીગુઆ એન્ડ બારબુડા, કોટ ડી આઈવર, બહેરીન, મ્યાનમાર, તાજિકિસ્તાન. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news