'પદ્માવત' : 'કાલે કેટલાક લોકોએ સ્કૂલ બસ પર પત્થર ફેંક્યા, હું આખી રાત સુઈ ન શક્યો' : અરવિંદ કેજરીવાલ

ફિલ્મ 'પદ્માવત'ના પ્રદર્શન વિરૂદ્ધ બુધવારે હરિયાણાના ગુરુગ્રામની એક સ્કૂલ પર પત્થરમારો કરવામાં આવ્યો હતો 

'પદ્માવત' : 'કાલે કેટલાક લોકોએ સ્કૂલ બસ પર પત્થર ફેંક્યા, હું આખી રાત સુઈ ન શક્યો' : અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી : સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ 'પદ્માવત' આજે આખા દેશના થિયેટર્સમાં દેખાડવામાં આવી છે. આ ફિલ્મ મામલે કરણી સેનાનું વિરોધ પ્રદર્શન પણ ચાલુ છે. આ ફિલ્મ સામેનો વિરોધ દર્શાવવા બુધવારે હરિયાણાના ગુરગ્રામ ખાતે બાળકોને લઈ જતી આ ઘટનાની આખા દેશમાં આકરી ટીકા કરવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ ઘટના સામે ભારે વિરોધ કરીને જણાવ્યું છે કે આ ઘટનાનો વીડિયો જોઈને તેઓ આખી રાત સુઈ નહોતા શક્યા. 

મળવી જોઈએ રાવણથી આકરી સજા
આ ઘટના વિશે અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે 'દેશની રાજધાનીથી થોડાક જ અંતરે સ્કૂલ બસ પર પત્થર મારવામાં આ્વ્યા. આ શરમથી ડૂબી મરવા જેવી વાત છે. જો આજે ભગવાન રામ હોત તો આ રાક્ષકોને રાવણને આપી હતી એના કરતા પણ વધારે આકરી સજા આપી હોત. બાળકો પર પત્થર વરસતા જોઈને હું એટલો વિચલિત થઈ ગયો હતો કે આખી રાત સુઈ નહોતો શક્યો. માસુમ ટીચરે બાળકોએ સીટ નીચે સંતાડીને પોતાનો જીવ બચાવ્યો. કેટલાક લોકો હાલમાં દેશને તોડવાનું કામ કરી રહ્યા છે.'

ઘટના પર રાજનીતિ
આ ઘટનાનો અનેક રાજકીય દળોએ વિરોધ કર્યો છએ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ ઘટનાને શરમજનક ગણાવી છે. હરિયાણા કોગ્રેસે આ ઘટના માટે ખટ્ટર સરકારનું રાજીનામું માગ્યું છે. કોંગ્રેસના ટોચના નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું છે કે હરિયાણામાં હાલમાં કાયદો અને વ્યવસ્થા અરાજક તત્વોના હાથમાં છે અને સરકાર મૌન છે. 

શું છે ઘટના?
બુધવારે એક સ્કૂલના 20થી 25 વિદ્યાર્થીઓને લઈ જતી બસ પર  'પદ્માવત' સામે વિરોધ પ્રદર્શન કરી રહેલી ભીડે હુમલો કરી દીધો હતો. જીડી ગોયન્કા વર્લ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પ્રદર્શન કરી રહેલી 60-70 વ્યક્તિઓએ લાકડીથી બસ પર હુમલો કરીને ડ્રાઇવરને બસ રોકવાનું કહ્યું. ડ્રાઇવરે જ્યા્રે તમની પર ધ્યાન ન આપ્યું ત્યારે તેમણે બસ પર પત્થરમારો કરી દીધો હતો. આ સમયે બસમાં પ્રવાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને ટીચરે સીટ નીચે છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. આ મામલામાં પોલીસે કાર્યવાહી કરીને 18 લોકોની ધરપકડ કરી છે. આખા દેશમાં ઘટનાનો વિરોધ થયા બાદ કરણી સેનાએ સ્પષ્ટતા કરી છે કે હુમલામાં શામેલ લોકો તેના સભ્ય નહોતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news