દિલ્હી: રિવોલ્વરની અણીએ હોટલમાં ધમાલ મચાવનારા આરોપી આશિષ પાંડેએ કર્યું સરન્ડર
દિલ્હીની હયાત હોટલમાં ખુલ્લેઆમ રિવોલ્વર લઈને ઘૂમતા અને ગુંડાગીરી કરવાના મામલે ફરાર થઈ ગયેલા પૂર્વ સાંસદના પુત્ર આશિષ પાંડેએ આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સરન્ડર કર્યુ છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીની હયાત હોટલમાં ખુલ્લેઆમ રિવોલ્વર લઈને ઘૂમતા અને ગુંડાગીરી કરવાના મામલે ફરાર થઈ ગયેલા પૂર્વ સાંસદના પુત્ર આશિષ પાંડેએ આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સરન્ડર કર્યુ છે. અત્રે જણાવવાનું કે આશિષ પાંડેના કાકા અને બસાપના પૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ કહ્યું હતું કે તે ભાગેડુ નથી. તેમણે એ વાતના પણ સંકેત આપ્યા હતાં કે એક-બે દિવસમાં આશિષ કોર્ટમાં સરન્ડર કરી શકે છે.
એસટીએફને પણ હતી તલાશ
આશિષ પાંડેની શોદમાં મંગળવારે બપોર બાદ દિલ્હી પોલીસની એક ટીમે લખનઉ પહોંચીને તાબડતોબ દરોડા પાડ્યા હતાં. જો કે સાંજ સુધી આશિષ હાથમાં આવ્યો નહતો. ડીજીપી ઓપી સિંહે આશિષની શોધમાં એસટીએફને પણ કામે લગાડી હતી. આંબેડકરનગરમાં પણ સ્થાનિક પોલીસે આશિષના બે ઘરો પર શોધ ચલાવી હતી પરંતુ પોલીસને કઈ મળ્યું નહતું.
આરોપીના પિતાની પૂછપરછ
આ બાજુ બીએસપીના પૂર્વ સાંસદ રાકેશ પાંડેના પુત્ર અને આંબેડકરનગરથી વર્તમાન ધારાસભ્ય રિતેશ પાંડેના ભાઈ આશિષ પાંડેને પકડવા માટે પોલીસ અને એસટીએફે અભિયાન શરૂ કર્યું. પોલીસે આ મામલે રાકેશ પાંડેની પણ પૂછપરછ કરી.
આશિષ પાંડેના નામે વાઈરલ થયો છે એસએમએસ
આશીષના કાકા અને પૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ બુધવારે કહ્યું હતું કે તેઓ વકીલ સાથે વાત કરી રહ્યાં છે. વીડિયોમાં જોવા મળેલી વાત સાચી છે તો કાયદો જે પણ સજા આપશે તે ભોગવવા તૈયાર છે. વાઈરલ થયેલા વીડિયોને તેમણે કાવતરું ગણાવ્યું. તેમણે કહ્યું તેમના પરિવારને બદનામ કરવાનું કાવતરું રચાઈ રહ્યું છે.
આ બાજુ વીડિયો વાઈરલ થયા બાદ હવે આશિષના નામે એક એસએમએસ પણ વાઈરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે કે
મિત્રો
મારો એક વીડિયો વાઈરલ થયો છે, તે એક ભૂલ હતી, મેં ભૂલ કરી છે, આ માટે માફી માંગુ છું. હાલ મને તમારા બધાની જરૂર છે. મારી મદદ કરો અને આ વીડિયોને વાઈરલ ન થવા દો. મને દુ:ખ છે કે મેં તમને બધાને નિરાશ કર્યા અને પોતાની જાતને પણ. કૃપા કરીને મારી મદદ કરો.
શું છે મામલો
14 ઓક્ટોબરના રોજ દિલ્હીની ફાઈવસ્ટાર હોટલનો એક વીડિયો વાઈરલ થયો. આ ઘટના દિલ્હીની હોટલ હયાતની છે. જ્યાં બહુજન સમાજ પાર્ટી (BSP)ના પૂર્વ સાંસદના પુત્રએ રિવોલ્વર લઈને ખુબ ડ્રામા કર્યો. તે રિવોલ્વરની અણીએ એક કપલને ધમકાવવા લાગ્યો હતો. જેના કારણે ત્યાં હંગામો મચી ગયો. આશીષ પાંડે હોટલ હયાતમાં તેની મહિલા મિત્રો સાથે ગયો હતો. નશામાં ધૂત થઈને તે લેડીઝ બાથરૂમમાં ઘૂસી ગયો હતો. ત્યાં હાજર મહિલાઓએ તેનો વિરોધ કર્યો તો તે ઝગડવા લાગ્યો હતો.
Ritesh Pandey,BSP MLA from Ambedkarnagar&brother of #AshishPandey has written a letter saying,"our entire family is ready to cooperate in the investigation&media is being biased in reporting the incident".#AshishPandey was seen brandishing a gun outside a hotel in Delhi on Oct 14 pic.twitter.com/8ajMkYWMjE
— ANI UP (@ANINewsUP) October 17, 2018
ત્યારબાદ આરોપીએ મહિલાને ધમકાવવાનું શરૂ કર્યું. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે આરકે પુરમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને શાંતિ ભંગની કલમો હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે