ગાઝિયાબાદ: સામૂહિક આત્મહત્યા મામલે મોટો ખુલાસો, સાઢુ ભાઈએ દોઢ કરોડ પચાવી પાડ્યા હતાં

પાંચ લોકોની હત્યા અને આત્મહત્યાના બનાવે માત્ર ગાઝિયાબાદ (Ghaziabad) ને જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ કેસમાં પોલીસે આરોપી સાઢુ ભાઈ રાકેશ વર્મા (Rakesh Verma) ની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યાં મુજબ રાકેશ વર્માએ ગુલશનને મોટા વેપારના સપના દેખાડીને તેની પાસેથી લગભગ 1.5 કરોડ રૂપિયા લઈ ગયો હતો અને આ પૈસા પ્રોપર્ટીમાં લગાવી દીધા. વર્ષ 2018માં રાકેશ વર્મા અને તેની માતાએ ગુલશનના નામે લેવાયેલી પ્રોપર્ટીને દગાખોરીથી પોતાના નામે કરાવી લીધી. ત્યારબાદ ગુલશને પોતાના પૈસા માંગવાના શરૂ કર્યાં. સતત રૂપિયાની માંગણી પર રાકેશ વર્માએ ગુલશનને કેટલાક ચેક આપ્યા જે બાઉન્સ થઈ ગયાં. 
ગાઝિયાબાદ: સામૂહિક આત્મહત્યા મામલે મોટો ખુલાસો, સાઢુ ભાઈએ દોઢ કરોડ પચાવી પાડ્યા હતાં

ગાઝિયાબાદ: પાંચ લોકોની હત્યા અને આત્મહત્યાના બનાવે માત્ર ગાઝિયાબાદ (Ghaziabad) ને જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ કેસમાં પોલીસે આરોપી સાઢુ ભાઈ રાકેશ વર્મા (Rakesh Verma) ની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યાં મુજબ રાકેશ વર્માએ ગુલશનને મોટા વેપારના સપના દેખાડીને તેની પાસેથી લગભગ 1.5 કરોડ રૂપિયા લઈ ગયો હતો અને આ પૈસા પ્રોપર્ટીમાં લગાવી દીધા. વર્ષ 2018માં રાકેશ વર્મા અને તેની માતાએ ગુલશનના નામે લેવાયેલી પ્રોપર્ટીને દગાખોરીથી પોતાના નામે કરાવી લીધી. ત્યારબાદ ગુલશને પોતાના પૈસા માંગવાના શરૂ કર્યાં. સતત રૂપિયાની માંગણી પર રાકેશ વર્માએ ગુલશનને કેટલાક ચેક આપ્યા જે બાઉન્સ થઈ ગયાં. 

ગાઝિયાબાદ એસએસપી સુધીરકુમાર શર્માએ જણાવ્યું કે આટલા મોટા નુકસાન બાદ ગુલશન સચદેવના પરિવારે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો જેના કારણે આખો પરિવાર ડિપ્રેશનમાં આવી ગયો હતો. ગુલશને અનેક લોકો પાસે પૈસા લઈને રાકેશ વર્માને વેપારમાં લગાવવા માટે આપ્યા હતાં. આવામાં હવે પૈસા ઉધાર આપનારા લોકો પણ ગુલશન પાસે પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા હતાં અને વારંવાર પૈસા માંગીને તેના પર દબાણ કરતા હતાં. 

પોલીસે જણાવ્યું કે લેણદારોના દબાણ અને રાકેશ વર્મા પૈસા ન  આપતો હોવાના કારણે માનસિક રીતે ગુલશન હતાશ અને પરેશાન થઈ ગયો હતો. મંગળવાર સવારે તેણે પોતાના 15 વર્ષના પુત્રનું ગળું ચીરી નાખ્યું અને ત્યારબાદ પુત્રીનું દોરડાથી ગળું ઘોંટીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ગુલશનની પત્ની અને મહિલા બિઝનેસ પાર્ટનરે બાલકનીમાં ખુરશી મૂકીને 8મા માળેથી એક સાથે છલાંગ લગાવી હતી. 

જુઓ LIVE TV

પોલીસને રાકેશ વર્મા વિરુદ્ધ ગુલશનના ઘરમાંથી એગ્રીમેન્ટની કોપીઓ સહિત અનેક મહત્વના પુરાવા મળ્યા છે. આથી પોલીસે હવે આ મામલે રાકેશ વર્મા અને તેની માતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news