ભાજપે પૈસાના જોરે અલ્પમતને બહુમતમાં ફેરવતા શીખવાડ્યું: શરદ પવાર

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારને પડતા અને ભાજપના સત્તામાં આવવાથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર ખુબ નારાજ જોવા મળી રહ્યાં છે.

ભાજપે પૈસાના જોરે અલ્પમતને બહુમતમાં ફેરવતા શીખવાડ્યું: શરદ પવાર

પુણે: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારને પડતા અને ભાજપના સત્તામાં આવવાથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર ખુબ નારાજ જોવા મળી રહ્યાં છે. તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યાં. શરદ પવારે કહ્યું કે અલ્પમતમાં હોવા છતાં ધનબળનો ઉપયોગ કરીને શું કરી શકાય તે ભાજપે કરી બતાવ્યું છે. પૈસાના જોરે સ્થિર સરકાર લાવવી એટલી પાર્ટી વિથ ડિફરન્સ છે. તેમના હાથમાં સત્તા છે, તેનો ઉપયોગ કરીને અનેક લોકોને પોતાના પક્ષમાં લાવી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ દરેક દ્રષ્ટિથી સત્તાનો દુરઉપયોગ કરી રહી છે. 

એનસીપી નેતાઓના ભાજપમાં જવાના સવાલ પર શરદ પવારે કહ્યું કે 1980માં જ્યારે હું વિપક્ષ નેતા હતો, ત્યારે મારી સાથે 60 વિધાયક હતાં. પરંતુ ત્યારબાદ 6 ધારાસભ્યોનો નેતા બનીની રહી ગયો હતો. પરંતુ જે લોકો મારી પાર્ટી છોડીને ગયા તેઓ પાછા ચૂંટણી જીતી શક્યા નથી, હું ફરીથી 60 ધારાસભ્યો સાથે જીત્યો હતો. મેં તમામ ગતકડાનો અનુભવ કર્યો છે. તેનો જવાબ કેવી રીતે આપવો તે મને ખબર છે. પવારે કહ્યું કે આગળ ચૂંટણીઓમાં યુવાઓને તક અપાશે. 

જુઓ LIVE TV

NCP અધ્યક્ષ શરદ પવારે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ પૈસાના જોરે બીજી પાર્ટીઓના લોકોને પોતાના પક્ષમાં કરી રહી છે. પરંતુ જે લોકો મારી પાર્ટી છોડીને ગયા છે તેઓ જીત્યા નથી. 

તેમણે કહ્યું કે ભાજપે આ દેશમાં ખોટી પરંપરાની શરૂઆત કરી દીધી છે. જે લોકતંત્ર માટે સારું નથી. ભાજપે પૈસાના જોરે બહુમત ભેગો કરી બતાવ્યો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news