બિહાર: લોકસભા 2019માં BJP અને JDU સરખે ભાગે સીટોની વહેંચણી કરશે

બિહારમાં લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ અને જેડીયુમાં સીટોની વહેંચણી અંગે સંમતી સધાઇ ચુકી છે. બંન્ને પાર્ટીઓ આગામી ચૂંટણીમાં બરાબરીની સીટો પર ચૂંટણી લડશે. શુક્રવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે સ્વયં મીડિયા સામે આ અંગેની જાહેરાત કરી હતી. 

બિહાર: લોકસભા 2019માં BJP અને JDU સરખે ભાગે સીટોની વહેંચણી કરશે

પટના : બિહારમાં લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ અને જેડીયુમાં સીટોની વહેંચણી અંગે સંમતી સધાઇ ચુકી છે. બંન્ને પાર્ટીઓ આગામી ચૂંટણીમાં બરાબરીની સીટો પર ચૂંટણી લડશે. શુક્રવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે સ્વયં મીડિયા સામે આ અંગેની જાહેરાત કરી હતી. 

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, જેડીયુ અને ભાજપ એક સમાન સીટો પર ચૂંટણી લડશે અને અન્ય સાથીઓને પણ સન્માનજનક સીટો મળશે. તેમણે કહ્યું કે, બંન્ને પાર્ટીઓ કેટલી સીટો પર ચૂંટણી લડશે તેની જાહેરાત થોડા દિવસો બાદ કરવામાં આવશે. 

અમિત શાહે કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણી વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં લડવામાં આવશે અને પહેલા કરતા વધારે સીટો પર જીત પ્રાપ્ત કરશે. ઉપેન્દ્ર કુશવાહ અંગે પુછાયેલા સવાલ પર અમિત શાહે કહ્યું કે, તેઓ અમારી સાતે છે અને એનડીએનાં તમામ સાથીઓને સન્માનજનક સીટો આપવામાં આવશે. તેમણે કહ્યું કે, રામ વિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહા અમારી સાથે છે અને નવા સાથીઓ સાથે આવવાના કારણે તમામની સીટો ઘટાડવામાં આવી છે. બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, બિહારમાં સીટ શેરીંગની ફોર્મ્યુલા અંગે વાતચીત થઇ ચુકી છે. 

નીતીશ કુમારની સાથે તેમની પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર અને જદયુનાં વરિષ્ઠ નેતા રાજીવ રંજન ઉર્ફે લલન પણ હતા. દળના સુત્રો અનુસાર આ મુખ્યમંત્રીની રાજનીતિક યાત્રા છે. તેમનાં પહોંચતાની સાથે જ દિલ્હીમાં હાજર જદયુનાં અન્ય કેટલાક નેતાઓ પણ તેમને મળવા માટે પહોંય્યા હતા. 2019 લોકસભા ચૂંટણી મુદ્દે એનડીએની વચ્ચે બિહારની સીટો પર વહેંચની મુદ્દે ચાલી રહેલી વાતચીત વચ્ચે નીતીશ કુમારનું દિલ્હી પહોંચવું મહત્વનું માનવામાં આવી રહ્યું હતું. 

— ANI (@ANI) October 26, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news