સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને કહ્યાં 'ચાઈનીઝ ગાંધી',પૂછ્યું-'ચીનના પ્રવક્તાની જેમ વર્તન કેમ?'
રાહુલ ગાંધીની માનસરોવર યાત્રાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. રાહુલ ગાંધી દ્વારા ચીનના રસ્તે માનસરોવર જવાના નિર્ણય પર સવાલ ઉઠ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: રાહુલ ગાંધીની માનસરોવર યાત્રાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. રાહુલ ગાંધી દ્વારા ચીનના રસ્તે માનસરોવર જવાના નિર્ણય પર સવાલ ઉઠ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીની માનસરોવર યાત્રા પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો રાહુલ ગાંધીને ચીન વિશે જાણવું હતું તો તેઓ એનએસએ સાથે વાત કરી શકતા હતાં.
અમારા માસ્ટર તો નરેન્દ્ર મોદી છે, પરંતુ રાહુલના માસ્ટર કોણ છે, તે અંગે હજુ ખબર નથી. સંબિત પાત્રાએ એક વીડિયો શેર કરતા કહ્યું કે રાહુલ ગાંધી સૌથી પહેલા એ જાણકારી આપે કે તેઓ ચીનમાં કોની કોની સાથે મુલાકાત કરવાના છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ચીન પ્રત્યે પ્રેમ છે. એટલું જ નહીં પરંતુ સંબિત પાત્રાએ દાવો કર્યો કે રાહુલ ગાંધીએ રાતના અંધારામાં ચીની રાજદૂત સાથે મુલાકાત કરી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને સંબોધતા સંબિતે રાહુલ ગાંધીને ચાઈનીઝ ગાંધી કહીને બોલાવ્યાં.
Rahul Gandhi has left for China via Nepal. Rahul ji has an obsession for China. Why is it that Mr. Gandhi always wants to get a Chinese view on everything but does not want to have an Indian perspective? Which politicians will he meet there? : Sambit Patra,BJP pic.twitter.com/8c2Un2QssC
— ANI (@ANI) August 31, 2018
ચીની પ્રવક્તાની જેમ વ્યવહાર- પાત્રા
સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધી એક ભારતીયની જેમ નહીં પરંતુ એક ચીની પ્રવક્તાની જેમ વ્યવહાર કરે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ભારત સરકાર પર નહીં પરંતુ ચીનની સરકાર પર વિશ્વાસ છે.
કેમ માનસરોવર જઈ રહ્યાં છે રાહુલ ગાંધી
મીડિયા રિપોર્ટ્સ મુજબ રાહુલ ગાંધીની આ યાત્રા 12 દિવસની હશે. સૂત્રોના હવાલે મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધી 12 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પાછા ફરી શકે છે. રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણી દરમિયાન પોતાના વિમાનમાં આવેલી ગડબડી વખતે કૈલાશ માનસરોવરની યાત્રાનો નિર્ણય લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે