ગડકરીને ડેપ્યૂટી પીએમ અને શિવરાજને બનાવવામાં આવે પાર્ટી અધ્યક્ષ: સંઘપ્રિય ગૌતમ

પૂર્વ કેન્દ્રીય મંત્રી સંધપ્રિય ગૌતમે 2019માં કેન્દ્રની સત્તામાં ભાજપની વાપસી માટે સરકાર અને સંગઠનમાં ફરેફાર કરવાનું જણાવતા કહ્યું કે યોગી આદિત્યનાથને હટાવી રાજનાથ સિંહને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, શિવરાસ સહિં ચૌહાણને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નિતિન ગડકરીને ડેપ્યુટી-પ્રધાનમંત્રી બનાવવાના સૂચન આપ્યા છે. 

ગડકરીને ડેપ્યૂટી પીએમ અને શિવરાજને બનાવવામાં આવે પાર્ટી અધ્યક્ષ: સંઘપ્રિય ગૌતમ

મેરઠ: પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ પાર્ટીના સંસ્થાપક સભ્યોમાંથી વધુ એક પૂર્વ કેન્દ્રીય મંત્રી સંધપ્રિય ગૌતમે 2019માં કેન્દ્રની સત્તામાં ભાજપની વાપસી માટે સરકાર અને સંગઠનમાં ફરેફાર કરવાનું જણાવતા કહ્યું કે યોગી આદિત્યનાથને હટાવી રાજનાથ સિંહને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, શિવરાસ સહિં ચૌહાણને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નિતિન ગડકરીને ડેપ્યુટી-પ્રધાનમંત્રી બનાવવાના સૂચન આપ્યા છે. 

88 વર્ષીટ ગૌતમે રવિવારે કહ્યું કે પાર્ટીને બચાવવા માટે સરકાર અને સંગઠનમાં ફેરફાર કરવા જરૂરી છે, કેમક ફેરફારથી નિરાશ પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને વિશ્વાસનું સંચાર થશે. ગૌતમે કહ્યું કે આવું ન થવા પર નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનવું સરળ નહીં હોય.

એક સમય પાર્ટીના કદાવર નેતાઓમાં શુમાર તેમજ પાર્ટીના દલિત ચેરાત રહેલા ગૌતમે કહ્યું કે, ભાજપ કાળુ નાણું પરત લાવવા, મોંઘવારી ઘટાડવા, ભ્રષ્ટાચાર દુર કરવાના વચનો સાથે સત્તામાં આવી હતી. આ ત્રણ વચનો પૂરા નથી થયા. પરંતુ પીએનબી કૌભાંડ અને રાફેલના આરોપ લાગ્યા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે સૌથી વધારે ભ્રષ્ટાચાર ચેમના વિભાગમાં છે.

ગૌતમના જણાવ્યા અનુસાર, તેમણે 13 ડિસેમ્બરે પાર્ટીના નામે એક જાહેર પત્ર લખ્યો હતો. ત્યારબાદથી નિતિન ગડકરી ચૂંટણી હાર માટે પાર્ટી સેનાપતિને જબાવદાર ગણાવતા સંગઠનમાં ફેરફાર કરવાની વાત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે ‘મોદી મંત્ર અને અમિત શાહના ચક્રવ્યૂહ હાલમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં નિષ્પ્રભાવી થઇ ગયું અને હારની જવાબદારી પ્રધાનમંત્રી અને ભાજપ અધ્યક્ષે પોતે લેવી જોઇએ.’ તેમણે સરકાર અને સંગઠનમાં ફેરફારના સૂચન આપતા કહ્યું કે, તેઓ યોગી આદિત્યનાથને હટાવી રાજનાથ સિંહને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, શિવરાજ સિંહ ચૌહાણને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નિતિન ગડકરીને ડેપ્યુટી પ્રધાનમંત્રી બનવાના અનુકૂળ છે.

ગૌતમે પાર્ટી અને સરકારનો ગ્રાફ નીચે આવવાનું કારણ જણાવતા કહ્યું કે, ‘બંધારણમાં ફેરફાર કરવાની વાત કરવી, બંધારણ સાથે છેડછાડ કરવો, યોજના કમિશનને નીતિ કમિશનમાં ફેરફાર કરવો, સુપ્રીમ કોર્ટ, આરબીઆઇ, સીબીઆઇ વગેરે બંધારણીય સંગઠનોમાં હસ્તક્ષેપ, આર્થિક ક્ષેત્રમાં લેવામાં આવેલા નિર્ણયને પ્રતિકૂળ અસર થઈ છે.

ગૌતમના અનુસાર, 13 ડિસેમ્બરના પત્રમાં તેમણે લખ્યું કે બેરોજગારી, ખેડૂતોનુ દેવુ માફ ન કરવું, શેરડી મૂલ્યની ચૂંકવણી ન કરવી, ખેડુતોના ખર્ચની રકમ અનુસાર ઉપજના ભાવ નહીં આપવવા વગેરેનો નકારાત્મક અસર પડી છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી, કાળુનાણું જેવા મુદ્દાને છોડી ધર્મ, મંદિર-મસ્જિદ, શહેરોનું નામકરણ, ગોકશીના નામ પર થયેલી હિંસાને પ્રોત્સાહન મેળવું. દેશમાં અલગ-અલગ સમૂહોના આરક્ષણની માગ અને દલિત આંદોલન થયા. બોર્ડર પર જવાનો શહીદ થયા. આવા મુદ્દા છે જેના કારણે જનતાનો વિશ્વાસ તૂટ્યો છે.

તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણી થવાની છે, પરંતુ માહોલ એવો લાગી રહ્યો છે કે હવે મોદી મંત્રની અસર થશે નહીં. તેમણે કહ્યું કે, ભાજપનું સત્તામાં આવવું અને મોદીનું પીએમ બનવું તો જરૂરી છે, પરંતુ સાથે જ સરકાર અને સંગઠનમાં ફેરફાર પણ જરૂરી છે. તેના માટે નિતિન ગડકરીને ડેપ્યૂટી પ્રધાનમંત્રી બનાવવા જોઇએ. ફેરફારથી કાર્યકર્તાઓમાં વિશ્વાસ ઉભો થશે.

ગૌતમના અનુસાર, પાર્ટી બનાવવામાં ચાર લોકોનો હાથ રહ્યો છે. જેમાં અટલ બિહારી વાજપેયી, પ્રમોદ મહાજન, ક્લાયણ સિંહ અને તેઓ સ્વયં સામેલ હતા. તેમણે કહ્યું કે, સંગઠનને મજબૂત બનાવવામાં લોહ પુરૂષ લાલ કૃષ્ણ અડવાણીની ભૂમિકા મહત્વની રહી છે. તેમામ વૃદ્ધ નેતા ભલે ખુલ્લાઆમ કંઇ ના કહે પરંતુ જો તેમની વાત કરવામાં આવે તો તેઓ પોતાનું દુ:ખ જરૂરથી જણાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news