માયાવતીને પ્રધાનમંત્રી બનાવવાનો સવાલ, અખિલેશે ચતુરાઈથી આપ્યો જવાબ
સપાના અધ્યક્ષ અખિલેશ યાદવને બસપા સુપ્રીમો માયાવતીને પ્રધાનમંત્રી બનાવવાની સાથે જોડયેલો સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેમણે ખુબજ સમજી વિચારીને તેનો જવાબ આપ્યો હતો.
Trending Photos
લખનઉ: બહુજન સમાજ પાર્ટી (બસપા) અને સમાજવાદી પાર્ટી (સપા) ની એક સંયુક્ત પ્રેસ કોન્ફરેન્સ કરી આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડવાની જાહેરાત કરી છે. આ તક પર જ્યારે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવને બસપા સુપ્રીમો માયાવતીને પ્રધાનમંત્રી બનાવવાની સાથે જોડયેલો સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેમણે ખુબજ સમજી વિચારીને તેનો જવાબ આપ્યો હતો.
એક પત્રકારે અખિલેશ યાદવને પુછ્યું કે શું તમે માયાવતીને પ્રધાનમંત્રી બનાવવાનું સમર્થન કરશો? તેનો ચતુરાઇથી જવાબ આપતા પૂર્વ સીએમ યાદવે કહ્યું કે, તેમને ખબર છે કે હું કોને સપોર્ટ કરીશ. ઉત્તર પ્રદેશે હમેશા પ્રધાનમંત્રી આપ્યા છે અને અમને ખુશી થશે કે અહીંયાથી વધુ એક પ્રધાનમંત્રી બને.
બસપા અને સપા આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 38-38 બેઠકો પર તેમના ઉમેદવા ઉતરાશે. આ બંને પાર્ટીઓને રાજ્યની બે બેઠકો નાની પાર્ટીઓ માટે છોડી છે. જ્યારે અમેઠી અને રાયબરેલીની બે બેઠકો કોંગ્રેસ પાર્ટી માટે છોડવાનો નિર્ણય કર્યો છે.
બસપા સુપ્રીમો માયાવતી અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે લખનઉમાં એક હોટલમાં આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરેન્સમાં આ જાહેરાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે