દિલ્હીમાં ઠંડી અને પ્રદૂષણનો 'ડબલ એટેક', Pollution ફરી ભયાનક સ્તરે પહોંચ્યું...

દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં શિયાળા અને પ્રદૂષણનો ડબલ એટેક ચાલુ છે. ગુરૂવારે દિલ્હીના એર ક્વોલિટી ઇંડેક્સ (AQI) 466 નોંધવામાં આવી હતી. જ્યારે નોઇડાનું 491 અને ગુરૂગ્રામનું 504 રહ્યું. સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક છે. તો બીજી તરફ સવારે સાડા પાંચ વાગે દિલ્હીનું તાપમાન પણ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો બીજી તરફ ધુમ્મસ વિજિબિટી પણ ફક્ત 300 મીટર રહી. 

દિલ્હીમાં ઠંડી અને પ્રદૂષણનો 'ડબલ એટેક', Pollution ફરી ભયાનક સ્તરે પહોંચ્યું...

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં શિયાળા અને પ્રદૂષણનો ડબલ એટેક ચાલુ છે. ગુરૂવારે દિલ્હીના એર ક્વોલિટી ઇંડેક્સ (AQI) 466 નોંધવામાં આવી હતી. જ્યારે નોઇડાનું 491 અને ગુરૂગ્રામનું 504 રહ્યું. સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક છે. તો બીજી તરફ સવારે સાડા પાંચ વાગે દિલ્હીનું તાપમાન પણ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો બીજી તરફ ધુમ્મસ વિજિબિટી પણ ફક્ત 300 મીટર રહી. 

બીજી તરફ ઉત્તર ભારતમાં ધુમસ્સના લીધે દિલ્હી આવનાર 21થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે. જોકે ધુમ્મસના લીધે ઉડાનો પર અસર પડી નથી. દિલ્હી એરપોર્ટ પરથી ઉડાનોની અવરજવર સામાન્ય છે. 

— ANI (@ANI) January 2, 2020

હવામાન વિભાગનું માનીએ તો આગામી દિવસોમાં દિલ્હી-એનસીઆરના લોકોને ઠંડીથી રાહત મળી શકે છે. શુક્રવારે ન્યૂનતમ 8 ડિગ્રી સેલ્સિયસ અને અધિકત્તમ 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. જોકે આગામી અઠવાડિયે મંગળવારે અને બુધવારે વરસાદ થઇ શકે છે જેના લીધે તાપમાનમાં ઘટાડો થવાનું અનુમાન છે. 

બીજી તરફ પૂર્વી ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ઘોર ધુમ્મસ છવાઇ છે. જ્યારે પંજાબ, ચંદીગઢ, પશ્નિમી રાજસ્થાન, હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં, પશ્વિમી ઉત્તર પ્રદેશમાં સામાન્ય ધુમ્મસ છે. IMDનું માનીએ તો આગામી દિવસોમાં હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્વિમી મધ્ય પ્રદેશ, જમ્મૂ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આકરી ઠંડી પડી રહી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news