Priyanka Gandhi Sangam Snan: મૌની અમાવસ્યા પર પ્રિયંકા ગાંધીએ સંગમમાં લગાવી ડુબકી, હોડી પણ ચલાવી

પ્રિયંકા ગાંધી આજે પ્રયાગરાજના પ્રવાસ પર છે. ત્યાં તેઓ આનંદ ભવન ગયા. સંગમ તટ પર સ્નાન કર્યું અને તક મળી તો હોડી ચલાવી. તેઓ સૌથી પહેલા નહેરૂ-ગાંધી પરિવારના પૈતૃક આવાસ આનંદ બવન પહોંચ્યા હતા. 

Priyanka Gandhi Sangam Snan:  મૌની અમાવસ્યા પર પ્રિયંકા ગાંધીએ સંગમમાં લગાવી ડુબકી, હોડી પણ ચલાવી

પ્રયાગરાજઃ મૌની અમાવસ્યાના પર્વ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ પણ આજે સંગમમાં ડુબકી લગાવી છે. અહીં સન્નાન અને પૂજા પાઠ બાદ તેમણે હોડીમાં સવારી પણ કરી. હોડી પર બેઠી તો થોડા સમય બાદ તે ખુદ ચલાવવા લાગી હતી. તેનો વીડિયો પણ ચામે આવ્યો છે, જેમાં પ્રિયંકા બન્ને હાથથી હોડી ચલાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન સ્નાન કરવા આવેલા લોકો અને આસપાસની હોડીમાં ફરી રહેલા લોકો થોડીવાર થોભીની તસવીરો લેવા લાગ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા (Rajiv Shukla) એ તેનો વીડિયો શેર કર્યો છે. 

પ્રયાગરાજમાં સંગમ કિનારા પર આજે માધ મેળાનું ત્રીજુ સ્નાન પર્વ છે. મૌની અમાવસ્યાના અવસર પર અડધી રાત બાદથી શ્રદ્ધાળુઓની મોટી ભીડ ડોવા મળી હતી. કોરોના ગાઇડલાઇન (Corona's guideline) વચ્ચે શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી. 

— Rajeev Shukla (@ShuklaRajiv) February 11, 2021

કોંગ્રેસ મહાસવિચ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)  આજે મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર પ્રયાગરાજ પહોંચ્યા છે. સૌથી પહેલા તેઓ નહેરૂ-ગાંધી પરિવારના પૈતૃક આવાસ આનંદ ભવન પહોંચ્યા હતા. જ્યાં પોતાના પરદાદા અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરૂના સ્મૃતિ સ્થળ પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. પ્રિયંકા ગાંધીઆ આનંદ ભવન સ્થિત અનાથાલયમાં બાળકોની સાથે થોડા સમય પસાર કર્યો હતો. અહીં એક બાળકીને તેમણે તેડી લીધી હતી. 

— Rajeev Shukla (@ShuklaRajiv) February 11, 2021

ગેટ પર ભારે ભીડને જોતા આનંદ ભવનના ગેટને ખોલી દેવામાં આવ્યો હતો. કાર્યકર્તા અંદર ઘુસી ગયા, ત્યારબાદ તેમને રોકવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધી આજે પાંચ કલાક પ્રયાગરાજમાં પસાર કરશે. તેઓ મનકામેશ્વર મંદિરે પણ ગયા હતા. 

ઉત્તર પ્રદેશ (uttarpradesh) માં 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ પ્રિયંકાના પ્રવાસ વધી ગયા છે. એક દિવસ પહેલા તેઓ કિસાન પંચાયતમાં સામેલ થયા હતા. પાછલા વર્ષે લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત પ્રિયંકા ગાંધીએ ગંગા યાત્રાથી કરી હતી. 17 માર્ચ 2019ના પ્રિયંકાએ પ્રયાગરાજથી જળ યાત્રા કાઢી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news