નાગરિકતા કાયદો: કોંગ્રેસના આ ધારાસભ્યએ CAAનો વિરોધ કરનારાને ગણાવ્યાં દેશદ્રોહી
નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અંગે કોંગ્રેસ સમગ્ર દેશમાં વિરોધ કરી રહી છે. પરંતુ આ બધા વચ્ચે કોંગ્રેસ (Congress) માં જ મતભેદ જોવા મળી રહ્યાં છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય રાકેશ સિંહે નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે તો એટલે સુધી કહી દીધુ કે જે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે તે બધા દેશદ્રોહી છે. આ બધાને જેલમાં નાખી દેવા જોઈએ.
Trending Photos
લખનઉ: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અંગે કોંગ્રેસ સમગ્ર દેશમાં વિરોધ કરી રહી છે. પરંતુ આ બધા વચ્ચે કોંગ્રેસ (Congress) માં જ મતભેદ જોવા મળી રહ્યાં છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય રાકેશ સિંહે નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે તો એટલે સુધી કહી દીધુ કે જે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે તે બધા દેશદ્રોહી છે. આ બધાને જેલમાં નાખી દેવા જોઈએ.
કોંગ્રેસ (Congress) ધારાસભ્ય રાકેશ સિંહે કહ્યું કે આ કાયદાનો વિરોધ ખોટો છે. જે પણ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે તેમને જેલમાં નાખી દેવા જોઈએ. આ કાયદો ઉત્પીડન થયેલા અને ઉપેક્ષિત થયેલા લોકો માટે છે. કારણ કે પાકિસ્તાન (Pakistan), બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતા અનેક અલ્પસંખ્યકોના જીવનમાં તેનાથી નવો સૂરજ ઉગશે.
દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણ સિંહે પણ કર્યું સમર્થન
કોંગ્રેસ પાર્ટીના અન્ય એક વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના ભાઈ અને મધ્ય પ્રદેશના ચાંચૌડાથી કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણ સિંહે પણ નાગરિકતા કાયદાનું સમર્થન કરતા તેના પર થઈ રહેલા વિરોધને વ્યર્થ ગણાવ્યો છે. લક્ષ્મણ સિંહે નાગરિકતા સંશોધન બિલ પર કોંગ્રેસ પાર્ટી કરતા અલગ મત રજુ કરીને શુક્રવાર સાંજે ટ્વીટ કરીને કહ્યું કે હવે તેને સ્વીકારીને આગળ વધવું જોઈએ. તેના પર વિરોધ પ્રદર્શન કરવો વ્યર્થ છે.
અગાઉ પણ પાર્ટી વિરુદ્ધ બોલી ચૂક્યા છે લક્ષ્મણ સિંહ
આવું પહેલીવાર નથી કે તેઓ પાર્ટી લાઈન કરતા અલગ બોલ્યા હોય. આ અગાઉ પણ લક્ષ્મણ સિંહે મધ્ય પ્રદેશમાં 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ ન થવા બદલ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું અને તેમને મધ્ય પ્રદેશના ખેડૂતોની માફી માંગવાનું કહ્યું હતું. આ બાજુ ચાંચૌડાને જિલ્લો બનાવવાની માગણીને લઈને તેઓ પોતાના ભાઈ દિગ્વિજય સિંહના બંગલા બહાર સમર્થકો સાથે ધરણા પર બેસી ગયા હતાં.
જુઓ LIVE TV
કમલનાથે નાગરિકતા કાયદો લાગુ ન કરવાનો સંકેત આપ્યો
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે રાજ્યમાં નાગરિકતા સંશોધન બિલ લાગુ ન કરવા પર અધિકૃત નિવેદન જારી કરતા કહ્યું હતું કે આ બિલ પર જે સ્ટેન્ડ અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીનું છે તે જ મધ્ય પ્રદેશ સરકારનું રહેશે. સ્પષ્ટ છે કે કોંગ્રેસ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહી છે. આવામાં કમલનાથે મધ્ય પ્રદેશમાં તેને લાગુ ન કરવાના સંકેત આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે