મુંગેર હિંસા પર કોંગ્રેસે નીતીશ સરકારને ઘેરી, સુરજેવાલાએ પીએમ મોદીને પૂછ્યા 5 સવાલ
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં કહ્યુ કે, તે સ્પષ્ટ છે કે નીતીશ અને સુશીલ મોદી સરકારના ઈશારા પર ગોળીબારીની ઘટના થઈ હતી. હવે 72 કલાક બાદ મુંગેર એકવાર ફરી સળગી રહ્યું છે. શું પ્રધાનમંત્રી તેના પર ધ્યાન આપશે.
Trending Photos
મુંગેરઃ બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે મુંગેર શહેરમાં અશાંતિ ફેલાઈ છે. ગુરૂવારે શહેરમાં ફરી હિંસક ઘટના થઈ. નારાજ લોકોએ આગ ચાંપી હતી. જાણકારી પ્રમામે ગુસ્સામાં આવેલા લોકોએ પહેલા પોલીસ અધીક્ષક કાર્યાલયમાં પ્રદર્શન કર્યું. ત્યારબાદ પૂરબ સરાય સ્ટેશનમાં આગ લગાવી હતી. આ ઘટના બાદ ડીઆઈજી મનુ મહારાજે શહેરનો મોર્ચો સંભાળ્યો હતો. આ વચ્ચે કોંગ્રેસે મુંગેરમાં ફરી ભડકેલી હિંસા પર નીતીશ સરકાર પર નિશાન સાધ્યુ છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં કહ્યુ કે, તે સ્પષ્ટ છે કે નીતીશ અને સુશીલ મોદી સરકારના ઈશારા પર ગોળીબારીની ઘટના થી હતી. હવે 72 કલાક બાદ મુંગેર એકવાર ફરી સળગી રહ્યુ છે. શું હવે પ્રધાનમંત્રી અહીં ધ્યાન આપશે. આ સાથે કોંગ્રેસ પ્રવક્તાએ પત્રકાર પરિષદમાં પીએમ મોદીને પાંચ સવાલ પણ પૂછ્યા છે.
- નિર્દોષો પર ફાયરિંગ માટે કોણ જવાબદાર છે
- લાઠીચાર્જ માટે કોણ જવાબદાર છે
- ફાયરિંગમાં યુવાનની હત્યા માટે કોણ જવાબદાર છે
- ડીએમ અને એસપીને બચાવવા માટે કોણ જવાબદાર છે
- મુંગેરમાં જંગલરાજ માટે કોણ જવાબદાર છે.
મુંગેર હિંસા: ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, જિલ્લાના DM અને SPને તત્કાળ પ્રભાવથી હટાવ્યા
સુરજેવાલાએ આગળ કહ્યુ કે, જ્યાં સુધી પીડિતોની સાથે ન્યાય કરવામાં આવશે નહીં અને જવાબદાર લોકોને સજા આપવામાં આવશે નહીં, ત્યાં સુધી લોકોને રાહત મળશે નહીં. કેન્દ્રમાં એનડીએની સરકાર છે અને રાજ્યમાં પણ તેની સરકાર છે. મુંગેરના એસપી અને ડીએમ તમારા છે, પછી તે કઈ રીતે ષડયંત્રનો આરોપ લગાવી શકે છે?
સુરજેવાલાએ આગળ કહ્યુ કે, એસપી, ડીએમની બદલી પર્યાપ્ત નથી, ન્યાય મળવો જોઈએ. જે રીતે અમાનવીય વ્યવહાર ભક્તો પર કરવામાં આવ્યો છે. અમે તેના ન્યાય માટે વિરોધ જારી રાખીશું.
ચૂંટણી પંચની કાર્યવાહી પર વાત કરતા સુરજેવાલાએ કહ્યુ કે, નીતીશ કુમાર કાર્યવાહક સીએમ અને સુશીલ મોદી કાર્યવાહક નાયબ મુખ્યમંત્રીના રૂપમાં છે, કાયદો-વ્યવસ્થા સરકારની જવાબદારી છે. ચૂંટણી પંચ ચૂંટણી મેનેજમેન્ટ માટે જવાબદાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે