મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત થયા છે. 

 મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ

ભોપાલઃ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ આ જાણકારી આપી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, મારા પ્રિય પ્રદેશવાસિઓ, મને COVID19ના લક્ષણ આવી રહ્યાં હતા, ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી બધા સાથીઓને અપીલ છે કે જે મારા સંપર્કમાં આવ્યા છે, તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. મારા નજીકના સંપર્ક વાળા લોકો ક્વોરેન્ટાઈન થઈ જાવ. 

થોડી ચૂક કોરોનાને નિમંત્રણઃ શિવરાજ
શિવરાજ સિંહે લખ્યુ કે, હું કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. ડોક્ટરની સલાહથી ખુદને ક્વોરેન્ટાઇન કરીશ અને સારવાર કરાવીશ. મારી પ્રદેશની જનતાને અપીલ છે કે સાવધાની રાખે, થોડી બેદરકારી પણ કોરોનાને નિમંત્રણ આપે છે. 

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 25, 2020

શિવરાજ સિંહ ચૌહાણે આગળ કહ્યુ કે, તેમણે કોરોનાથી સાવધાન રહેવાના દરેક પ્રયાસ કર્યા, પરંતુ સમસ્યાઓને લઈને તો લોકોને મળતા હતા. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. ચૌહાણે કહ્યુ, કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોનાની સમય પર સારવાર થાય તો જલદી રિકવર થઈ જવાય છે. 

મુખ્યમંત્રીએ કહ્યુ, કોવિડ-19ની સમય પર સારવાર થાય તો વ્યક્તિ સ્વસ્થ થઈ જાય છે. હું 25 માર્ચથી દરરોજ સાંજે કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બેઠક કરી રહ્યો છું. હું હવે યથાસંભવ વીડિયો કોન્ફરન્સથી કોરોનાની સમીક્ષા કરવાનો પ્રયાસ કરીશ. 

શિવરાજે કહ્યુ, મારી ગેરહાજરીમાં હવે આ બેઠક ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, નગર વિકાસ તથા પ્રશાસન મંત્રી ભૂપેન્દ્ર સિંહ, સ્વાસ્થ્ય શિક્ષા મંત્રી વિશ્વાસ સારંગ અને સ્વાસ્થ્ય મંત્રી ડો. પીઆર ચૌધરી કરશે. હું ખુદ સારવાર દરમિયાન પ્રદેશમાં કોવિડ-19 નિયંત્રણને રોકવાના પ્રયાસ કરતો રહીશ. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news