હવે ગાયના ગોબરથી ચીનને 'મરણતોલ ફટકો' મારવાની તૈયારી, જાણો જબરદસ્ત પ્લાનિંગ

ચીન (China) ની સાથે સરહદ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત હવે દિવાળીની લાઈટ બનાવનારી ચીની કંપનીઓને પછડાટ આપવાની તૈયારીમાં છે.

હવે ગાયના ગોબરથી ચીનને 'મરણતોલ ફટકો' મારવાની તૈયારી, જાણો જબરદસ્ત પ્લાનિંગ

નવી દિલ્હી: ચીન (China) ની સાથે સરહદ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત હવે દિવાળીની લાઈટ બનાવનારી ચીની કંપનીઓને પછડાટ આપવાની તૈયારીમાં છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ (Rashtriya Kamdhenu Aayog) ચીની લાઈટ્સનો ઉપયોગ ઓછો કરવા માટે ગાયના છાણથી દીવા બનાવી રહી છે અને દિવાળી સુધીમાં બજારમાં છાણમાંથી બનેલા 33 કરોડ પર્યાવરણ અનુકૂળ દીવડા બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આયોગના અધ્યક્ષ વલ્લભભાઈ  કથીરિયાએ સોમવારે આ જાણકારી આપી હતી.

અયોધ્યામાં 3 લાખ અને વારાણસીમાં 1 લાખ દીવડા પ્રગટાવામાં આવશે
વલ્લભભાઈ કથીરિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 'ચીનમાં બનેલા દીવડાને ફગાવવાનું અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી કલ્પના અને સ્વદેશી આંદોલનને પ્રોત્સાહન આપશે. 15થી વધુ રાજ્ય, આ અભિયાનનો ભાગ બનવા માટે સહમત થયા છે. તેમણે કહ્યું કે લગભગ ત્રણ લાખ દીવડા પાવન નગરી અયોધ્યામાં પ્રગટાવવામાં આવશે. જ્યારે વારાણસીમાં એક લાખ દીવડા પ્રગટાવવામાં આવશે. તેનું કામ શરૂ થઈ ગયું છે અને અમે દિવાળી પહેલા 33 કરોડ દીવડા બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.'

ગાયના ગોબરથી રેડિએશન અટકાવી શકાય છે
આ ઉપરાંત વલ્લભભાઈ કથીરિયાએ ગાયના ગોબરમાંથી બનેલી એક ચિપનું અનાવરણ કરતા દાવો કર્યો કે ગાયનું છાણ રેડિએશન રોકી શકે છે. તેમણે કહ્યું કે ગાયના છાણથી બનેલી આ ચિપને તમે મોબાઈલમાં રાખો તો તે રેડિએશનને ખુબ ઓછું કરે છે. જો તમે બીમારીથી બચવા માંગતા હોવ તો તેનો ઉપયોગ કરી શકો છો. આ ચિપને ગૌસત્વ કવચ નામ અપાયું છે. ગૌસત્વ કવચને ગુજરાતના રાજકોટ સ્થિત શ્રીજી ગૌશાળાએ બનાવી છે. 

દીવડા ઉપરાંત આ ચીજો બનાવી રહ્યું છે આયોગ
તેમણે જણાવ્યું કે આયોગ દીવડા ઉપરાંત ગોબર, ગૌમૂત્ર, અને દૂધથી બનેલી અન્ય વસ્તુઓ જેમ કે એન્ટી રેડિએશન ચિપ, પેપર વેટ, ગણેશ અને લક્ષ્મીની મૂર્તિઓ, અગરબત્તી, મીણબત્તીઓ અને અન્ય ચીજોના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે, "ગોબર આધારિત ઉત્પાદનોની વિશાળ સંભાવનાઓ રહેલી છે. આયોગ સીધી રીતે ગોબર આધારિત ઉત્પાદનોના ઉત્પાદનમાં સામેલ નથી પરંતુ તે વ્યવસાય સ્થાપિત કરવા માટે ઈચ્છુક સ્વયં સહાયતા સમૂહો અને ઉદ્યોગ સાહસિકોને તાલીમ આપવાની સુવિધા આપે છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news