West Bengal: કૂચબિહારમાં હિંસા બાદ મતદાન રદ, મમતાએ કહ્યું- CRPF એ લાઇનમાં ઉભેલા લોકોને માર્યા
પીએમ નરેન્દ્ર મોદીએ પણ કૂચબિહારમાં થયેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરતાં દોષીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી છે. પીએમએ સિલીગુડીની ચૂંટણીની સભામાં કૂચબિહારના ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: પશ્વિમ બંગાળ (West Bengal) ના કૂચબિહાર (Cooch Behar) માં હિંસાની વચ્ચે બૂથ નંબર 125 પર મતદાન રદ કરવામાં આવ્યું છે. સીતાલકુચી (Sitalkuchi) ના આ બૂથ પર હિંસાના સમાચાર બાદ મતદાન રદ કરવામાં આવ્યું છે. આ ઘટનાક્રમને લઇને મમતા બેનર્જી (Mamata Banerjee) એ કેંદ્ર પર કાવતરું રચવનો આરોપ લગાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ સિલીગુડીની રેલીમાં કૂચબિહારની ઘટના પર ચિંતા વ્યક્ત કરતાં ચૂંટણી પંચ (EC) ને દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
सीआरपीएफ ने आज सीतलकुची (कूच बिहार) में 4 लोगों की गोली मारकर हत्या कर दी है। सुबह एक और मौत हुई थी। CRPF मेरी दुश्मन नहीं है, लेकिन गृह मंत्री के निर्देश पर एक साजिश चल रही है और आज की घटना एक सबूत है: पश्चिम बंगाल की सीएम ममता बनर्जी pic.twitter.com/XsVSD45sqI
— ANI_HindiNews (@AHindinews) April 10, 2021
CRPF મારી દુશ્મન નથી, કેંદ્રએ રચ્યું કાવતરું: મમતા
મમતા બેનર્જીએ કહ્યું 'સીઆરપીએફએ આજે સીતાલકુચીમાં ચાર લોકોને ગોળી મારી હતી. તો બીજી તરફ સવારે વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. CRPF સાથે મારી દુશ્મની નથી. પરંતુ હોમ મિનિસ્ટરના ઇશારે જે કાવતરું રચવામાં આવ્યું છે, આજે સામે આવ્યું છે તે ઘટનાક્રમ તેનો પુરાવો છે. મમતાએ એ પણ કહ્યું કે 'વોટ આપવા માટે લાઇનમાં ઉભા રહેલા લોકોને સીઆરપીએફએ ગોળી મારી હતી, આ બધું કરવાની હિંમત તેમનામાં કેવી રીતે આવી? ભાજપ જાણે છે કે તે ચૂંટણી હારી રહી છે એટલા માટે મતદારો અને કાર્યકર્તાઓને મરાવવામાં આવે છે.
પીએમએ કરી કાર્યવાહીની માંગ
પીએમ નરેન્દ્ર મોદીએ પણ કૂચબિહારમાં થયેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરતાં દોષીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી છે. પીએમએ સિલીગુડીની ચૂંટણીની સભામાં કૂચબિહારના ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો. ચૂંટણીપંચના અધિકારીઓએ જણાવ્યું કે તેમણે કૂચબિહારના ઘટનાક્રમ પર જિલ્લાના અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે.
આ પહેલાં બંગાળના કૂચબિહાર જિલ્લામાં એક મતદાન કેંદ્રની બહાર અજ્ઞાત લોકોએ શનિવારે પહેલીવાર મતદાન કરવા માટે એક યુવકનેહોળી મારી હત્યા કરી હતી. પોલીસે આ જાણકારી આપી. તૃણમૂલ કોંગ્રેસએ આરોપ લગાવ્યો કે આ હત્યાની પાછળ ભાજપ છે જ્યારે ભાજપનો દાવો છે કે પીડીત યુવક મતદાન કેંદ્ર પર પોલિંગ એજન્ટ હતો અને તેના માટે રાજ્યમાં સત્તારૂઢ પાર્ટીને જવાબદાર ગણાવી.
તો બીજી તરફ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આનંદ બર્મન નામના યુવકને સીતાલકુચી (Sitalkuchi) ના પઠાનતુલી વિસ્તારમાં બૂથ નંબર 85 ની બહાર ઢસેડીને લાવવામાં આવ્યો અને ગોળી મારવામાં આવી. ઘટનાના સમયે મતદાન ચાલી રહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે