રાફેલ ડીલમાં રાહુલ ગાંધીના આરોપોનો ફ્રાન્સની કંપનીના CEOએ કર્યો ખુલાસો
રાફેલ જેટ ડીલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, આ મુદ્દા પર દસોલ્ટ એવિયેશનના સીઈઓ ખોટું બોલી રહ્યાં છે. આ મામલે સ્પષ્ટતા કરતા સીઈઓ એરિક ટ્રેપિયરે ન્યૂઝ એજન્સી એએનઆઈને ખાસ વાતચીતમાં કહ્યું કે, હું ખોટું નથી બોલતો. મેં આ પહેલા જે નિવેદન આપ્યું હતું તે સાચું હતું. મારી છબી ખોટું બોલનાર વ્યક્તિ તરીકને નથી. મારા જેવી પોઝિશન ધરાવતા સીઈઓ ખોટું નથી બોલતા.
Trending Photos
નવી દિલ્હી : રાફેલ જેટ ડીલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, આ મુદ્દા પર દસોલ્ટ એવિયેશનના સીઈઓ ખોટું બોલી રહ્યાં છે. આ મામલે સ્પષ્ટતા કરતા સીઈઓ એરિક ટ્રેપિયરે ન્યૂઝ એજન્સી એએનઆઈને ખાસ વાતચીતમાં કહ્યું કે, હું ખોટું નથી બોલતો. મેં આ પહેલા જે નિવેદન આપ્યું હતું તે સાચું હતું. મારી છબી ખોટું બોલનાર વ્યક્તિ તરીકને નથી. મારા જેવી પોઝિશન ધરાવતા સીઈઓ ખોટું નથી બોલતા.
રાહુલ ગાંધીનો આરોપ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2 નવેમ્બના રોજ ફ્રાન્સ રક્ષા કંપની દસોલ્ટ એવિયેશન પર રાફેલ સોદામાં લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. ફડચામાં ચાલી રહેલ ભારતીય કંપનીમાં 284 કરોડ રૂપિયા ઈન્વેસ્ટ કરવાનો સંદર્ભ આપતા રાહુલ કહ્યું હતું કે, તે લાંચનો પહેલો હપ્તો હતો, જે દસોલ્ટએ સોદો નક્કી કરવા માટે આપ્યો હતો.
#WATCH: 'Have long experience with Congress. Our first deal with India was in 1953 during Nehru, later other PMs. We are not working for any party, we are supplying strategic products to IAF and Indian Govt. That’s what is most important' says Dassault CEO Eric Trappier #Rafale pic.twitter.com/9KwqFGsjGK
— ANI (@ANI) November 13, 2018
આ પહેલા દસોલ્ટના સીઈઓ એરિક ટ્રેપિયરે કહ્યું હતું કે, અનિલ અંબાણીની કંપનીને આ ડિલ આપવાનું એ જ હતું કે, તેમની પાસે એરપોર્ટની નજીક જમીન છે. પંરતુ હવે કથિત રૂપે ખુલાસો થયો છે કે, જમીન એ રૂપિયામાંથી ખરીદાઈ છે, જેમાં દસોલ્ટે ઈન્વેસ્ટ કર્યું હતું.
રાહુલે એ મીડિયા રિપોર્ટસનો હવાલો આપ્યો કે, જેમાં બતાવામાં આવ્યું છે કે ફ્રાન્સની રક્ષા કંપનીએ ફડચામાં ચાલી રહેલ અનિલ અંબાણીની કંપનીમાં હિસ્સેદારી ખરીદવા માટે 284 કરોડ રૂપિયા ઈન્વેસ્ટ કર્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, સીઈઓ ખોટું બોલી રહ્યાં છે. મોટો પ્રશ્ન એ છે કે કેમ કોઈ કંપની આવી કંપનીમાં 284 કરોડ રૂપિયા ઈન્વેસ્ટ કરશે, જેની પૂંજી માત્ર 8 લાખ રૂપિયાની છે, અને સતત ફડચામાં ચાલી રહી છે. જેથી સ્પષ્ટ થાય છે કે, ઈન્વેસ્ટ દસોલ્ટ દ્વારા આપવામાં આવેલ લાંચનો પહેલો હપ્તો છે.
કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો છે કે ટ્રેપિયર, પીએમ મોદીને બચાવવા માટે ખોટું બોલી રહ્યાં છે, જેઓએ એપ્રિલ 2015માં રક્ષા ખરીદ નીતિઓમાં સ્પષ્ટ ઉલ્લંઘન કરતા 36 રાફેલ વિમાનના સરકારી ડીલની જાહેરાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું હતું કે, જો વિમાન ખરીદીના સંબંધમાં ભ્રષ્ટાચારની તપાસ થાય છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બચી નહિ શકે. જો કંઈ છુપાવવાની વાત ન હોત તો પીએમ મોદીએ ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાન ખરીદવાના સંબંધમાં તપાસના આદેશ આપી દીધા હોત.
#Visuals: First look of the #Rafale jet, from the Istre-Le Tube airbase in France. pic.twitter.com/a5MJuH5nP1
— ANI (@ANI) November 13, 2018
CEOની સ્પષ્ટતા
આ મુદ્દે દસોલ્ટના સીઈઓ એરિક ટ્રેપિયરે એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે, કોંગ્રે પાર્ટીની સાથે તેમનો લાંબો અનુભવ છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનોથી તેમને દુખ પહોંચ્યું છે. એરિકે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સાથે અમારો અનુભવ બહુ જ લાંબો છે. પંડિત નહેરુના સમયમાં 1953માં ભારતી સાથે અમારી પહેલી ડીલ થઈ હતી. તેના બાદ અન્ય વડાપ્રધાનોની સમયમાં પણ થઈ હતી. અમે ભારત સાથે કામ કરીએ છીએ. અમે કોઈ પાર્ટી સાથે કામ નથી કરતા. અમે ફાઈટર જેટના રૂપમાં ભારતીય વાયુ સેના અને ભારત સરકારને રણનીતિક ઉત્પાદનોનું સપ્લાય કરીએ છીએ. જે બહુ જ મહત્વપૂર્ણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે