કેજરીવાલ સરકારે આપી મોટી રાહત, દિલ્હીમાં 8.36 રૂપિયા સસ્તું થયું ડીઝલ
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે રાજ્યમાં ડીઝલનો ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠક બાદ સીએમે ગુરૂવારે પત્રકાર પરિષદમાં તેની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે મોટી જાહેરાત કરી છે. રાજધાનીમાં કોરોના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં ડીઝલ પર માત્ર 16 ટકા વેટ લગાવવામાં આવશે. કેજરીવાલ સરકારની આ રાહતની સાથે દિલ્હીમાં હવે ડીઝલના ભાવમાં 8.36 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાશે.
દિલ્હીના સીએમે કહ્યું કે, દિલ્હીમાં હાલ 82 રૂપિયા પ્રતિ લીટર પ્રમાણે ડીઝલનું વેચાણ થઈ રહ્યું છે, હવે 30 ટકાથી ઘટાડીને વેટ 16 ટકા કરવામાં આવે છે. તેનાથી ડીઝલના ભાવમાં 8 રૂપિયા સુધીનો ઘટાડો થશે. હવે ડીઝલનો ભાવ 73.64 રૂપિયા થશે.
ગુરૂવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે કેબિનેટે રાજ્યમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ નિર્ણય લીધો છે. દિલ્હીમાં હવે લોકો કામ પર પરત ફરી રહ્યાં છે, માહોલ સુધરી રહ્યો છે અને કોરોનાના કેસ પણ ઓછા થઈ રહ્યાં છે.
અરવિંદ કેજરીવાલ તરફથી જાહેરાત કરવામાં આવી કે સતત વેપારીઓ અને ફેક્ટરીએ તેમની સાથે વાત કરીને અપીલ કરી હતી. તેવામાં હવે સરકાર તરફથી રાહત આપવામાં આવી છે જેથી દિલ્હીમાં કામકાજ શરૂ થઈ શકે.
મણિપુરઃ સેના પર ઉગ્રવાદીઓનો હુમલો, 3 જવાન શહીદ, 6 ઈજાગ્રસ્ત
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સંકટ અને લૉકડાઉન વચ્ચે દેશમાં ઘણા દિવસો સુધી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો.
આ વચ્ચે દિલ્હીમાં પ્રથમવાર ડીઝલનો ભાવ 80 રૂપિયાની ઉપર પહોંચી ગયો હતો, જેના પર વિવાદ પણ થયો હતો. પરંતુ કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું કે દિલ્હીમાં વેટ વધુ છે તેથી ભાવ વધુ લાગી રહ્યાં છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય દિલ્હીની જનતાને રાહત આપી શકે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે