દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન 'આપણે કોરોનાની સાથે રહેતા સીખવું પડશે'

કોરોના વાયરસ (Coronavirus)ના સતત વધતા જતા કેસે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન 'આપણે કોરોનાની સાથે રહેતા સીખવું પડશે'

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના સતત વધતા જતા કેસે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે કોરોના સાથે રહેવાની આદત નાખવી પડશે. 

સત્યેન્દ્ર જૈને સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીતમાં કહ્યું કે દિલ્હીમાં જ નહી પરંતુ આખા દેશમાં, સંસારમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એ સમજવું પડશે કે કોરોના જે વાયરસ છે તે કોઇ બે અથવા ત્રણ મહિનાનો નથી. આ લાંબો સમય દુનિયામાં રહેવાનો છે. તેમણે કહ્યું કે આપણે તેની સાથે-સાથે રહેવાની રીતભાત શીખવી પડશે. 

— ANI_HindiNews (@AHindinews) May 11, 2020

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે 10મે મધરાત સુધી દિલ્હીમાં 310 નવા COVID19ના કેસ નોંધાયા છે. રાજધાનીમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા હવે 7233 થઇ ગઇ છે. તેમણે કહ્યું કે અમે તમામ હોસ્પિટલોને આદેશ આપી દીધા છે કે તે દરઓજ મોતના આંકડા સાથે રિપોર્ટ રજૂ કરે. 

— ANI (@ANI) May 11, 2020

આ છે કોરોના સંક્રમણ ટોપ 5 રાજ્ય
1. મહારાષ્ટ્રમાં 22,171 દર્દી, 832 લોકોના મોત
2. ગુજરાતમાં 8194 દર્દી, 493 લોકોના મોત
3. તમિલનાડુમાં 7204 દર્દી, 47 લોકોના મોત
4. દિલ્હીમાં 7233 દર્દી, 73 લોકોના મોત
5. રાજસ્થાનમાં 3814 દર્દી, 107 લોકોના મોત

ભારતમાં કોરોનાના ડરામણા આંકડા
- 24 કલાકમાં સૌથી વધુ નવા દર્દી
- 24 કલાકમાં 4213 લોકોના કોરોના પોઝિટિવ
- 24 કલાકમાં 97 લોકોના મોત
- કુલ 2206 લોકોના મોત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news