JNU હિંસાની વિરુદ્ધમાં મુંબઈમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન, જોવા મળ્યું 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર

ગેટવે ઓફ ઈન્ડિયા પર એક મહિલા પ્રદર્શનકારીનો વીડિઓ સામે આવ્યો છે. આ વીડિઓમાં મહિલાના હાથમાં ફ્રી કાશ્મીરનું પોસ્ટર દેખાઈ રહ્યું છે. 

 JNU હિંસાની વિરુદ્ધમાં મુંબઈમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન, જોવા મળ્યું 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર

મુંબઈઃ ગેટવે ઓફ ઈન્ડિયા પર એક મહિલા પ્રદર્શનકારીનો વીડિઓ સામે આવ્યો છે. આ વીડિઓમાં મહિલા હાથમાં ફ્રી કાશ્મીરના પોસ્ટર સાથે દેખાઈ રહી છે. ફ્રી કાશ્મીરનો મતલબ છે કે કાશ્મીરને આઝાદ કરો. ઉલ્લેખનીય છે કે પાંચ ઓગસ્ટે સરકારે જમ્મૂ-કાશ્મીરને વિષેશ રાજ્યનો દરજ્જો આપનાર કલમ 370ને હટાવી દીધી હતી. આ સાથે જમ્મૂ-કાશ્મીરનું વિભાગન કરીને તેને લદ્દાખ-જમ્મૂ કાશ્મીર, તેમ બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા હતા. 

મહત્વનું છે કે દિલ્હીના જેએનયૂમાં થયેલી હિંસાના વિરોધમાં મુંબઈમાં પણ પ્રદર્શન થઈ રહ્યું છે. આ હિંસા તે સમયે થઈ જ્યારે જેએનયૂની લેફ્ટ વિંગના છાત્રો અને જેએનયૂના ટીચર ફી વધારા મુદ્દે પ્રદર્શન કરી રહ્યાં હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ થઈ અને મોડી રાત સુધી પ્રદર્શન થયું હતું. 

— ANI (@ANI) January 6, 2020

ઉલ્લેખનીય છે કે જવાહર લાલ નેહરુ યુનિવર્સિટીમાં રવિવારે થયેલી હિંસાના મામલામાં 20થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેએનયૂ છાત્ર સંઘે દાવો કર્યો કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ હિંસાની ઘટનામાં સામેલ હતું. તો એબીવીપીએ લેફ્ટ વિંગ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં જેએનયૂ પરિવરમાં રવિવારે કેટલાક માસ્કધારી લોકોએ ઘુસીને વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી અને તોડફોડ કરી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news