Farmers Protest:બોર્ડર પર મોટી સંખ્યામાં એકઠા થયા ખેડૂત, એલર્ટ પર દિલ્હી પોલીસ

દિલ્હી-ઉત્તર પ્રદેશ બોર્ડર પર ગાજીપુરમાં એકઠા થયેલા ખેડૂતોનું આંદોલન તેજ થઇ રહ્યું છે. લાસપુર, ઉત્તરાખંડથી આવેલા ખેડૂત ગાજીપુર બોર્ડર (યૂપી-દિલ્હી બોર્ડર પહોંચી, દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શનમાં સામેલ થઇ ચૂક્યા છે.

Farmers Protest:બોર્ડર પર મોટી સંખ્યામાં એકઠા થયા ખેડૂત, એલર્ટ પર દિલ્હી પોલીસ

નવી દિલ્હી: ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે પાંચમા તબક્કાની વાતચીત (Farmers Government Fifth Meeting)હજુ પણ ચાલુ છે. જાણકારી અનુસાર સરકાર કૃષિ કાયદા (Farm act 2020)માં સુધારા માટે રાજી થઇ ગયા છે પરંતુ ખેડૂત પોતાની માંગ પર અડગ છે. આ દરમિયાન વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂત દિલ્હી બોર્ડર (Delhi Border)એકઠા થઇ રહેલા છે. સરકારે દિલ્હી પોલીસને બોર્ડર પર એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. ખેડૂત ગત 10 દિવસથી સતત આંદોલન  (Farmers Protest)કરી રહ્યા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે આ 5મા તબક્કાની બેઠક છે. 

ગાજીપુર બોર્ડર પર એકઠા થયા ખેડૂત
દિલ્હી-ઉત્તર પ્રદેશ બોર્ડર પર ગાજીપુરમાં એકઠા થયેલા ખેડૂતોનું આંદોલન તેજ થઇ રહ્યું છે. લાસપુર, ઉત્તરાખંડથી આવેલા ખેડૂત ગાજીપુર બોર્ડર (યૂપી-દિલ્હી બોર્ડર પહોંચી, દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શનમાં સામેલ થઇ ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરના રહેવાસી ખેડૂત યોગેંદ્ર સિંહ, જે ગત આઠ દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે 'મારો પુત્ર ઓવાન કાલે છ ડિસેમ્બરના રોજ  લગ્ન કરવાનો છે અને હું અહીં છું અને હું સાંજે લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે ઘરે જઇશ નહી, કારણ કે તે વિરોધ અમારા ભવિષ્ય માટે છે. 

માંગ મનાવવા માટે અડગ ખેડૂત
કૃષિ કાયદા (Farm Laws)વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest)ના લીધે એનસીઆર ક્ષેત્રના ઘણા રસ્તા બંધ છે. દિલ્હી-નોઇડા લિંક રોડ પણ ટ્રાફિક માટે બંધ છે. સૂત્રોના અનુસાર સરકાર અને ખેડૂત સંગઠનોના નેતાઓ વચ્ચે બેઠકમાં MSP અને મંડી પર વાત બની ગઇ છે. પરંતુ ખેડૂત ત્રણ કૃષિ કાયદાને નાબૂદ કરવાની માંગને લઇને અડગ છે. 

ટકરાવની સ્થિતિ
સરકાર અને ખેડૂત વચ્ચે પાંચમા તબક્કાની વાતચીત દરમિયાન ખેડૂત નેતા સરકારથી નારાજ જોવા મળી રહ્યા છે. ખેડૂત નેતા સરકાર પાસે માંગો પર નિર્ણય લેવા માટે કહી રહ્યા છે. ખેડૂતોએ બેઠક છોડવાની પણ વાત કહી. ખેડૂતોને બેઠકમાં નવા કૃષિ કાયદા પર કનેડાના પ્રધાનમંત્રીના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે કેનેડાની સંસદ ચર્ચા કરી રહી છે, પરંતુ આપણી સરકાર સાંભળવા માટે રાજી નથી.

ખાધું નથી સરકારનું 'નમક'
આ વખતે પણ ખેડૂતોએ વિજ્ઞાન ભવમાં મીટિંગ દરમિયાન સરકારનું 'નમક' ખાધું નથી. ખેડૂતોએ લંગર વડે ખાવાનું મંગાવ્યું નીચે જમીન પર બેસીને ભોજન લીધું. ખેડૂતો માટે બહારથી લંચ અને ચા આવી. ખેડૂતો માટે જમવાનું બંગલા સાહબ ગુરૂદ્વારથી પહોંચ્યું. 

સિંગર દિલજીત દોસાંજની 'એન્ટ્રી'
ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત દરમિયાન જ પંજાબી સિંગર દિલજીત દોસાંજ ખેડૂત આંદોલનમાં પહોંચી ચૂક્યા છે. દિલજીતએ અહીં ખેડૂતોને સંબોધિત કરતાં કહ્યું કે 'મુદ્દાને ભટકાવશો નહી. તેમણે કહ્યું કે હાથ જોડીને વિનંતી કરું છું કે સરકારને અપીલ છે કે અમારા ખેડૂત ભાઇઓની માંગને સ્વિકારી લે. અહીં બધા શાંતિપૂર્ણ રીતે બેઠ્યા છે કોઇ માથાકૂટ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news