ગોવાની તમામ ખાનગી હોસ્પિટલોમાં ફ્રી થશે કોરોનાની સારવાર, CM પ્રમોદ સાવંતે કરી જાહેરાત

ગોવા સરકારે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિતોની સારવાર કરી રહેલ તમામ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભરતીનો અધિકાર 17 મેથી પોતાના હાથમાં લેવાનો નિર્ણય લીધો છે.   

Updated By: May 15, 2021, 11:02 PM IST
ગોવાની તમામ ખાનગી હોસ્પિટલોમાં ફ્રી થશે કોરોનાની સારવાર, CM પ્રમોદ સાવંતે કરી જાહેરાત

પણજીઃ ગોવા સરકારે તે વાતથી ઇનકાર કર્યો કે, જીએમસીએચમાં ઓક્સિજનની કમીને કારણે દર્દીઓના મોત થયા. સરકારે કહ્યું કે, ઓક્સિજનની કમી અને મોત બન્નેને સાથે જોડી શકાય નહીં. આ સાથે રાજ્યના સીએમ પ્રમોદ સાવંતે જાહેરાત કરી કે ગોવાની બધી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર ફ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગોવા સરકારે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિતોની સારવાર કરી રહેલ તમામ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભરતીનો અધિકાર 17 મેથી પોતાના હાથમાં લેવાનો નિર્ણય લીધો છે. સરકારે આ પગલું નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખી ઉઠાવ્યું છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ કે, આ પગલાથી ગોવા ચિકિત્સા મહાવિદ્યાલય તથા હોસ્પિટલ (જીએમસીએચ) જેવી હોસ્પિટલો પર ભાર ઓછો થશે. 

કોરોના પર Good News! નવા કેસ અને પોઝિટિવિટી રેટમાં ઘટાડો, રિકવરી વધી

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસમાં જીએમસીએચમાં સારવાર કરાવી રહેલા 75 સંક્રમિતોના મોત થયા છે. રાજ્ય સરકારના નિર્ણયનું કારણ જણાવતા સાવંતે કહ્યુ કે, ખાનગી હોસ્પિટલો તેને ત્યાં ઉપલબ્ધ બેડના 50 ટકા બેડ કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવતી નહતી. 

મુખ્યમંત્રીએ કહ્યું, અમારી સામે ઘણી ઘટનાઓ આવી જ્યારે ખાનગી હોસ્પિટલોએ ડીડીએસએસવાઈ યોજના (રાજ્ય સરકારની સ્વાસ્થ્ય વીમા યોજના) હેઠળ કોરોના દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરાવી નહીં. તેમણે કહ્યું કે, આવી ઘટનાઓ સામે આવ્યા બાદ ખાનગી હોસ્પિટલોના દર્દીઓ પાસે વધુ ફી વસૂલ કરવામાં આવી. તેમણે કહ્યું કે, સરકાર માત્ર આ હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવાનો અધિકાર લેશે જ્યારે તેનું મેનેજમેન્ટ તેની પાસે રહેશે. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube