Citizenship Amendment Act: મોદી સરકારે નેહરુ અને ગાંધીએ આપેલું વચન નિભાવ્યું-આરિફ મોહમ્મદ 

પૂર્વોત્તર રાજ્યો સહિત દિલ્હી અને કેરળમાં પણ નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યાં છે. રાજ્યપાલ ખાને પણ તાજેતરમાં વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો. માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસની યુવા શાખા અને વિદ્યાર્થીઓએ રાજ્યના પાટનગરમાં તેમના અધિકૃત નિવાસસ્થાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

Citizenship Amendment Act: મોદી સરકારે નેહરુ અને ગાંધીએ આપેલું વચન નિભાવ્યું-આરિફ મોહમ્મદ 

તિરુવનંતપુરમ: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  અંગે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મોટું નિવેદન આપ્યું છે.  તેમણે આ કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) , પંડિત જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru) અને કોંગ્રેસે પાકિસ્તાનમાં દયનીય જીવન જીવી રહેલા લોકોને જે વચન આપ્યું હતું તે વચન નિભાવ્યું છે. રાજ્યપાલે કહ્યું કે કાયદાનો પાયો તો 1985 અને 2003માં રખાયો હતો. મોદી સરકારે તો તેને ફક્ત કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. 

 નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) માં મુસલમાન શરણાર્થીઓનો સમાવેશ ન કરવાના સવાલ પર રાજ્યપાલે કહ્યું કે પાકિસ્તાન (Pakistan) ને એક મુસ્લિમ રાષ્ટ્ર તરીકે બનાવવામાં આવ્યું હતું તો આવામાં શું તેઓ મુસ્લિમોને સતાવશે? અમે માનીએ છીએ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી મુસલમાનો આવ્યાં હતાં પરંતુ તેમને સતાવ્યાં હતા એટલે નહીં પરંતુ તેઓ રોજગારીની શોધમાં આવ્યાં હતાં. 

અત્રે જણાવવાનું કે પૂર્વોત્તર રાજ્યો સહિત દિલ્હી અને કેરળમાં પણ નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યાં છે. રાજ્યપાલ ખાને પણ તાજેતરમાં વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો. માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસની યુવા શાખા અને વિદ્યાર્થીઓએ રાજ્યના પાટનગરમાં તેમના અધિકૃત નિવાસસ્થાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

જુઓ LIVE TV

ભાજપ અને તેના સહયોગી સંગઠનોને બાદ કરતા તમામ રાજકીય પક્ષોએ નાગરિકતા કાયદાનો વિરોધ કર્યો છે અને અનેક જગ્યાઓ પર નેતાઓથી લઈને વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. રાજ્યમાં અનેક સ્થાનો પર ટ્રેનોને રોકવામાં આવી. અત્રે જણાવવાનું કે કેરળની 3.3 કરોડની વસ્તીમાંથી મુસ્લીમોની સંખ્યા 20 ટકા અને ખ્રિસ્તીઓની સંખ્યા 18 ટકા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news