CAA ના સમર્થનમાં જમ્મૂમાં પ્રદર્શન, કાયદાના સમર્થનમાં પણ દેશના ઘણા શહેરોમાં માર્ચ

 નાગરિકતા એક્ટ  (CAA) ના વિરોધમાં જ્યાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. તો બીજી તરફ જમ્મૂ (jammu)માં આ કાયદાના પક્ષમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં તમામ ધાર્મિક સમુદાયોના લોકોએ ભાગ લીધી હતો. જમ્મૂના લોકોએ કહ્યું કે આ કાયદો દેશના લોકોના વિરૂદ્ધ છે.  નાગરિકતા એક્ટ ના સમર્થનમાં પણ દેશના ઘણા શહેરોમાં પણ માર્ચના સમાચાર છે. 

CAA ના સમર્થનમાં જમ્મૂમાં પ્રદર્શન, કાયદાના સમર્થનમાં પણ દેશના ઘણા શહેરોમાં માર્ચ

જમ્મૂ:  નાગરિકતા એક્ટ  (CAA) ના વિરોધમાં જ્યાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. તો બીજી તરફ જમ્મૂ (jammu)માં આ કાયદાના પક્ષમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં તમામ ધાર્મિક સમુદાયોના લોકોએ ભાગ લીધી હતો. જમ્મૂના લોકોએ કહ્યું કે આ કાયદો દેશના લોકોના વિરૂદ્ધ છે.  નાગરિકતા એક્ટ ના સમર્થનમાં પણ દેશના ઘણા શહેરોમાં પણ માર્ચના સમાચાર છે. દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ કહ્યું કે દેશ માટે  નાગરિકતા એક્ટ  જરૂરી છે.  નાગરિકતા એક્ટ ના સમર્થનમાં દેશભરમાંથી એક હજાર પ્રોફેસર આવ્યા. નાગરિકતા એક્ટના સમર્થનમાં દિલ્હીના રાજઘાટ સહિત ઘણા સ્થળો પર પ્રદર્શન ચાલી રહ્યા છે.  

તમને જણાવી દઇએ કે સીએએના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઇ રહ્યા છે. ઘણા રાજ્યોમાં આ વિરોધ પ્રદર્શન હિંસક રૂપ ધારણ કરી લીધું છે. ખાસકરીને ઉત્તર પ્રદેશમાં હિંસક પ્રદર્શનમાં 10 લોકોનું મોત થયા છે. રાજધાની દિલ્હીમાં સીએએ વિરૂદ્ધ ઘણા પ્રદર્શન થયા છે. ઉત્તર પ્રદેશમાં હિંસા બાદ યૂપીમાં અત્યાર સુધી 5200 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગોરખપુર હિંસામાં સામેલ પ્રદર્શનકારીઓના ફોટા શેર કરવામાં આવ્યા છે. દિલ્હીના દરિયાગંજમાં હિંસાને લઇને 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તો બીજી તરફ નાગરિકતા એક્ટ વિરૂદ્ધ આજે RJD બિહાર બંધનું આહવાન કર્યું હતું. પટના, સમસ્તીપુર, આરા, ભાગલપુર અને વૈશાલીમાં પ્રદર્શન થયું. 

શુક્રવારે આ પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કરી લીધું હતું. દિલ્હી ગેટ પાસે ડીસીપીની ઓફિસ સામે પ્રદર્શનકારીએ એક કારને આગને હવાલે કરી દીધી. આ પહેલાં તેમણે માર્ચની પરવાનગી ન મળતાં પોલીસકર્મીઓ પર પથ્થર ફેંક્યા હતા. પ્રદર્શનકારીઓએ જેવું જ જામા મસ્જિદથી જંતર-મંત્ર જવા માટે પ્રસ્થાન કર્યું, પોલીસે દિલ્હી ગેટથી થોડા અંતરે તેમને બેરિકેટ લગાવીને અટકાવી દીધા, ત્યારબાદ તેમણે પથ્થરબાજી કરી, ભીડે સરકાર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ નારેબાજી શરૂ કરી દીધી અને બેરિકેડ હટાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસે ત્યારબાદ પ્રદર્શનકારીઓ પર વોટર કેનનનો ઉપયોગ કર્યો. સાથે જ તેમણે સળગાવી કારને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news