ગુલામ નબી આઝાદે કહ્યું- જમ્મૂ કાશ્મીરમાં ગુનો ભાજપે કર્યો, આરોપ પીડીપી પર લગાવ્યો

ગુલામ નબી આઝાદે પોતાના નિવેદનમાં કહ્યું, ભાજપ અને પીડીપીએ જમ્મૂ કાશ્મીરને બરબાદ કરી દીધું છે. ભાજપ જ્યાં જાઈ છે ત્યાં આગ લાગી જાઈ છે. બંન્નેની ગઠબંધન સરકારમાં જમ્મૂ કાશ્મીરનો વિકાસ ઠપ્પ થઈ ગયો. 

 

 ગુલામ નબી આઝાદે કહ્યું- જમ્મૂ કાશ્મીરમાં ગુનો ભાજપે કર્યો, આરોપ પીડીપી પર લગાવ્યો

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી અને પીડીપી વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે. ભાજપના મહાસચિવ અને જમ્મૂ-કાશ્મીરના પ્રભારી રામ માધવે આ જાણકારી આપી છે. ત્યારબાદ જમ્મૂ કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીએ પણ પોતાની કેબિનેટની સાથે રાજ્યપાલને રાજીનામું આપી દીધું છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા ગુલામ બની આઝાદે નિવેદન આપતા કહ્યું, ગુનો ભાજપે કર્યો છે અને આરોપ પીડીપી પર લગાવ્યો છે. 

ગુલામ નબી આઝાદે પોતાના નિવેદનમાં કહ્યું, ભાજપ અને પીડીપીએ જમ્મૂ કાશ્મીરને બરબાદ કરી દીધું છે. ભાજપ જ્યાં જાઈ છે ત્યાં આગ લાગી જાઈ છે. બંન્નેની ગઠબંધન સરકારમાં જમ્મૂ કાશ્મીરનો વિકાસ ઠપ્પ થઈ ગયો. 3 વર્ષની ભાજપ અને પીડીપી સરકારમાં જમ્મૂ કાશ્મીરમાં સૌથી વધુ જવાન શહીદ થયા છે. ભાજપ અને પીડીપી બંન્નેને સરકાર ચલાવવાનો અનુભવ ન હતો અને જમ્મૂ કાશ્મીરમાં જે થયું તે યોગ્ય થયું. 

— ANI (@ANI) June 19, 2018

કોંગ્રેસ નહીં આપે પીડીપીને સાથઃ આઝાદ
જમ્મૂ કાશ્મીરમાં મહબૂબા મુફ્તી સરકારમાંથી ભાજપ અલગ થયા બાદ કોંગ્રેસે આજે કહ્યું કે, તેનો પીડીપી સાથે ગઠબંધન કરવાનો કોઇ સવાલ જ નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે સંવાદદાતાઓને કહ્યું કે, ભાજપે પીડીપી સાથે ગઠબંધન સરકાર બનાવીને સૌથી મોટી ભૂલ કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપ એક રાષ્ટ્રીય પાર્ટી છે અને તેણે પીડીપી સાથે ગઠબંધન કરવાની જરૂર ન હતી. 

આઝાદે કહ્યું, ક્ષેત્રીય પાર્ટીઓને આપસમાં ગઠબંધન માટે છોડી દેવાની જરૂર હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આ ગઠબંધને રાજ્યને આર્થિક અને સામાજિક રૂપથી તબાહ કરી દીધું અને જમ્મૂ-કાશ્મીરને દુર્દશાની સ્થિતિમાં છોડી દીધું. 

મહત્વનું છે કે, રામ માધવે એક પત્રકાર પરિષદ કરીને પીડીપી સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ઘાટીની સ્થિતિને જોતા ગઠબંધનમાં રહેવું યોગ્યન થી. બીજીતરફ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, મેં અને અમારા તમામ મંત્રીઓએ રાજ્યપાલને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. રામ માધવે આગળ કહ્યું કે, રાજ્યમાં ભાજપનું પીડીપીનું હવે સમર્થન આપવું સંભવ નથી. અમે રાજ્ય સરકારમાં અમારા નાયબ મુખ્યપ્રધાન અને અન્ય તમામ મંત્રીઓ સાથે ચર્ચા કરી. તમામની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ પોતાની ભાગીદારી પરત લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news