પોલિસી ધારકોને મોટી રાહત! કેન્સલ કરશો પોલિસી તો પૈસા મળશે રિફંડ, IRDAI એ આપી મંજૂરી

IRDAI: વીમા નિયમનકારે પોલિસી ધારકો માટે ઘણા નિયમો સરળ બનાવ્યા છે. હવે પોલિસી ધારકો પોલિસી કેન્સલ કરી શકે છે અને રિફંડ મેળવી શકે છે. આ માટે તેઓએ કોઈ કારણ આપવાની જરૂર રહેશે નહીં.

પોલિસી ધારકોને મોટી રાહત! કેન્સલ કરશો પોલિસી તો પૈસા મળશે રિફંડ, IRDAI એ આપી મંજૂરી
  • પોલિસી ધારક ઈચ્છે ત્યારે બંધ કરાવી શકશે પોતાની વીમા પોલિસી
  • પોલિસી બંધ કરાવવા પર રિફંડ તરીકે પરત મળશે વીમાની રકમ
  • વીમાનાની રકમ રિફંડ લેવા માટે પોલિસી ધારકે નહીં આપવું પડે મેડિકલ સર્ટીફિકેટ
  • ઇરડાએ વીમા કંપનીઓને મિસસેલિંગ અટકાવવા પગલાં લેવા જણાવ્યું 
  • જીવન વીમા કંપનીએ પોલિસી સામે લોન આપવી પડશે: ઈરડા
  • પોલિસીની સમીક્ષાનો 'ફ્રી લુક પિરિયડ' 15 દિવસથી વધારી 30 દિવસ કરાયો

IRDAI: પોલિસી ધારકો માટે ઘણા નિયમો સરળ કરવામાં આવ્યા છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ જણાવ્યું છે કે રિટેલ પોલિસી ધારકો વીમા કંપનીને જાણ કરીને વીમા સમયગાળા દરમિયાન કોઈપણ સમયે પોલિસી રદ કરી શકે છે અને બેલેન્સ પોલિસી સમયગાળા માટે રિફંડ મેળવી શકે છે.

પોલિસી રદ કરવા માટે કારણ આપવાની જરૂર નથી-
જો પૉલિસી ધારક પૉલિસી રદ કરે છે, તો તેણે રદ કરવાનું કારણ આપવાની જરૂર નથી. વીમાદાતા રિટેલ પોલિસી ધારકને ઓછામાં ઓછા સાત દિવસની નોટિસ આપીને માત્ર સ્થાપિત છેતરપિંડીના આધારે પોલિસી રદ કરી શકે છે.

વીમા નિયમનકર્તા ઇરડાએ જણાવ્યું છે કે, તમામ જીવન વીમા સેવિંગ્સ પ્રોડક્ટ્સમાં પોલિસી સામે લોન આપવી ફરજિયાત છે. જીવન વીમા કંપનીઓને બુધવારે સકર્ક્યુલર જારી કરીને મહત્વની માહિતી આપવામાં નાવી હતી. ઉપરાંત, વીમો લેનાર નક્તિ માટે પોલિસીની શરતો વાંચવા _ને સમીક્ષા કરવા માટેનો 'ફ્રી લુક રિયડ' અગાઉના ૧૫ દિવસથી ધારી ૩૦ દિવસ કરવામાં આવ્યો છે.

ઇરડાએ થોડા સમય પહેલા જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે પણ આવો સર્ક્યુલર જારી કર્યો હતો. ઈરડાના જણાવ્યા અનુસાર “ઈનોવેશનને પ્રોત્સાહન તેમજ ગ્રાહકોના અનુભવ અને સંતોષને વધારવા અનુકૂળ માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઈરડાના માસ્ટર સકર્ક્યુલરમાં પેન્શન પ્રોડક્ટ્સમાં આંશિક ઉપાડનીસુવિધા પણ આપવામાં આવી છે. જેના ભાગરૂપે પોલિસીધારકો બાળકોના ઉચ્ચ શિક્ષણ કે લગ્ન, રહેઠાણની ખરીદી કે બાંધકા, મેડિકલ ખર્ચ અને ગંભીર બીમારીની સારવાર માટેની નાણાકીય જરૂરિયાતને પૂરી કરી શકે. 

વીમાધારક પોલિસી સરન્ડર કરે તો પોલિસી સરન્ડર કરનાર અને ચાલુ રાખનાર બંનેને વાજબી મૂલ્ય મળે તે નિશ્ચિત કરવાનો લાઇફ ઇન્શયોરન્સ કંપનીઓને નિર્દેશ કરાયો છે. ઈરડાએ જણાવ્યું હતું કે, “પોલિસીધારકોની ફરિયાદના નિવારણ માટે સુદ્રઢ સિસ્ટમ વિકસાવવી જરૂરી છે. ઈન્શયોરન્સ કંપની વીમા ઓમ્બુડ્સમેનના આદેશ સામે અપીલ ન કરે અને ૩૦ દિવસમાં આદેશનો અમલ ન કરે તો ફરિયાદીએ દૈનિક રૂ.૫,૦૦૦નો દંડ ચૂકવવાનો રહેશે.” ઈરડાએ વીમા કંપનીઓને મિસસેલિંગ અટકાવવા, પોલિસીધારકોનું નાણાકીય નુકસાન રોકવા અને તેમના લાંબા ગાળાના લાભ વધારવા જણાવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news