ઉત્તરમાં ઠંડી અને દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી, ગુજરાત સહિત 8 રાજ્યોમાં આકાશમાંથી વરસશે આફત!

તમને જણાવી દઇએ કે શનિવારે પણ તમિલનાડુના ઘણા જિલ્લામાં વરસાદ થયો, જેમાં ચેગલપટ્ટુ, કુડ્ડુલોર, થિરૂવલ્લૂર, કાંચીપુરમ, ચેન્નઇ, કરઇકલ, અને મઇલાદુથુદરઇ સામેલ છે કે વરસાદના લીધે અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. 

ઉત્તરમાં ઠંડી અને દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી, ગુજરાત સહિત 8 રાજ્યોમાં આકાશમાંથી વરસશે આફત!

નવી દિલ્હી: જ્યાં સુધી ઉત્તર ભારત (North India) માં ઠંડી (Winter) શરૂ થઇ ગઇ છે તો બીજી તરફ દક્ષિણ ભારત (South India) માં વરસાદ (Rain) નો કહેર સતતત વધી રહ્યો છે. હવામાન વિભાગે (IMD) અનુમાન વ્યક્ત કર્યું છે કે 1 ડિસેમ્બર સુધી ભારતના 8 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ (Heavy Rainfall) થઇ શકે છે. 

આ રાજ્યોમાં ભારે વરસાદના અણસાર
ભારત હવામાન વિભાગ (India Meteorological Department) ના અનુસાર તમિલનાડુ (Tamil Nadu), પોડેંચેરી (Puducherry), કેરલ (Kerala), આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) અને લક્ષદ્રીપ (Lakshadweep) માં 1 ડિસેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદના અણસાર છે. જોકે કોમોરિન ક્ષેત્ર (Comorin Area) અને શ્રીલંકા (Sri Lanka) ના સમુદ્રી તટની પાસે એક ચક્રવાત  (Cyclone) છે અને અત્યારે ઉત્તર-પૂર્વી હવા (North-East Wind) પણ ચાલી રહી છે. તેના લીધે વરસાદ આ રાજ્યોમાં અસર બતાવી શકે છે. આ ઉપરાંત 29 નવેમ્બરના રોજ અરબ સાગરમા6 પણ ચક્રવાત ઉત્પન્ન થઇ શકે છે, જેથી ગુજરાત (Gujarat), ગોવા (Goa) અને મહારાષ્ટ્ર (Mahrashtra) માં વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગે આપી ચેતાવણી
આ દરમિયાન હવામાન વિભાગ (IMD) ચેતાવણી આપી છે કે માછીમારો માછલી પકડવા માટે સમુદ્રમાં ન જાય. નહીતર તેમની જીંદગી મુશ્કેલમાં પડી શકે છે.

તમિલનાડુમાં વરસાદનો કહેર
તમને જણાવી દઇએ કે શનિવારે પણ તમિલનાડુના ઘણા જિલ્લામાં વરસાદ થયો, જેમાં ચેગલપટ્ટુ, કુડ્ડુલોર, થિરૂવલ્લૂર, કાંચીપુરમ, ચેન્નઇ, કરઇકલ, અને મઇલાદુથુદરઇ સામેલ છે કે વરસાદના લીધે અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. 

અત્રે ઉલ્લખેનીય છે કે વરસાદના લીધે તમિલનાડુ અને કેરલમાં પૂર જેવી સ્થિતિ (Flood Like Situation) છે. લોકોને ઘરથી નિકળતી વખતે ખૂબ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ કહ્યું કે ખૂબ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નિકળો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news