PICS બહેનની ઈચ્છા પૂરી કરવા ઝાડ પર ચડેલો માસૂમ પડ્યો, અને લાકડી પેટ ચીરીને આરપાર

મધ્ય પ્રદેશના બડવાનીમાં નાની બહેન માટે બોર તોડવા માટે 8 વર્ષનો બાળક ઝાડ પર ચડ્યો અને સંતુલન ગુમાવતા પડ્યો.

PICS બહેનની ઈચ્છા પૂરી કરવા ઝાડ પર ચડેલો માસૂમ પડ્યો, અને લાકડી પેટ ચીરીને આરપાર

બડવાની: મધ્ય પ્રદેશના બડવાનીમાં નાની બહેન માટે બોર તોડવા માટે 8 વર્ષનો બાળક ઝાડ પર ચડ્યો અને સંતુલન ગુમાવતા પડ્યો. બાળક પડતાની સાથે જ નીચે પડેલી સૂકી લાકડી તેના પેટની આરપાર થઈ ગઈ. લોહીથી લથપથ 8 વર્ષના બાળકે ગજબની હિંમત દાખવતા 500 મીટર દૂર તેના ઘરે પહોચ્યો તો પરિવાર જોઈને સ્તબ્ધ થઈ ગયો. અફડાતફડીમાં પરિવાર ઘાયલ બાળકને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યો જ્યાંથી તેને ઈન્દોર રેફર કરાયો છે. 

મળતી માહિતી મુજબ પાટી વિકાસખંડના ગ્રામ બુદીના પટેલ ફળિયા નિવાસી સકારામનો આઠ વર્ષનો પુત્ર સુરેશ ઘરેથી થોડે દૂર પોતાના ખેતરમાં બહેન સાથે રમી રહ્યો હતો. બહેનને બોર ખાવાની ઈચ્છા થઈ અને ભાઈ બોર તોડવા પેડ પર ચડી ગયો. આ દરમિયાન તેણે સંતુલન ગુમાવ્યું અને તે પેડની સૂકી ડાળી પર પડ્યો અને સૂકી ડાળી તૂટી અને  સુરેશ ડાળી સાથે જ જમીન પર પડ્યો.

જેના કારણે તે ડાળી સુરેશના પેટની આરપાર થઈ ગઈ. સુરેશની હિંમત તો જુઓ, આ રીતે ડાળી પેટની આરપાર થવા છતાં તે 500 મીટર સુધી ચાલીને પોતાના ઘરે પહોંચ્યો. પરિવારે ત્યારબાદ તેને હોસ્પિટલ પહોંચાડ્યો જ્યાંથી તેને ઈન્દોર લઈ જવાયો છે. કહેવાય છે કે બાળકના પેટમાં જે લાકડી આરપાર થઈ છે તેની પહોળાઈ લગભગ અડધો ઈંચ છે. આ મામલે સોથી મોટી રાહત એ છે કે લાકડી એવી રીતે ફસાઈ છે કે બાળકને બહું લોહી નીકળી રહ્યું નથી. ડોક્ટરોની વાત માનીએ તો જો લોહી વધુ વહી ગયું હોત તો સ્થિતિ નાજુક બની શકી હોત.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news