રામ મંદિર ભૂમિ પૂજન વિશે પાકિસ્તાનના નિવેદન પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન પર ધૂંધવાયેલા પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે એક આતંકવાદી દેશ પાસેથી આ જ આશા રાખી શકાય છે. કડક પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે આતંકવાદમાં સંડોવાયેલા એક દેશનું આ વલણ આશ્ચર્યજનક નથી. પાડોશી દેશને સંભળાવતા ભારતે કહ્યું કે તેણે અમારા મામલે હસ્તક્ષેપ કરતા અને સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપતા બચવું જોઈએ. અત્રે જણાવવાનું કે પાકિસ્તાને અયોધ્યામાં બાબરી મસ્જિદ સ્થળ પર બુધવારે થયેલા રામ મંદિર ભૂમિ પૂજનની ટીકા કરી હતી. 

રામ મંદિર ભૂમિ પૂજન વિશે પાકિસ્તાનના નિવેદન પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન પર ધૂંધવાયેલા પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે એક આતંકવાદી દેશ પાસેથી આ જ આશા રાખી શકાય છે. કડક પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે આતંકવાદમાં સંડોવાયેલા એક દેશનું આ વલણ આશ્ચર્યજનક નથી. પાડોશી દેશને સંભળાવતા ભારતે કહ્યું કે તેણે અમારા મામલે હસ્તક્ષેપ કરતા અને સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપતા બચવું જોઈએ. અત્રે જણાવવાનું કે પાકિસ્તાને અયોધ્યામાં બાબરી મસ્જિદ સ્થળ પર બુધવારે થયેલા રામ મંદિર ભૂમિ પૂજનની ટીકા કરી હતી. 

'પાકિસ્તાનમાં નથી મળતા લઘુમતીઓને તેમના અધિકાર'
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે પાકિસ્તાને ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે 'અમે ભારતના આંતરિક મામલા પર મીડિયામાં પાકિસ્તાનના નિવેદનને જોયું. પાકિસ્તાને ભારતના મામલાઓથી દૂર રહેવું જોઈએ. ભારતે કહ્યું કે જે દેશ પોતે પોતાના દેશમાં અલ્પસંખ્યકોને તેમના અધિકારોથી વંચિત રાખતો હોય તે આવી કોમેન્ટ કરે તે ચોંકાવી દે છે. આ પ્રકારની ટિપ્પણીઓ ખુબ અફસોસજનક છે.'

— ANI (@ANI) August 6, 2020

પીએમ મોદીએ કર્યું હતું ભૂમિ પૂજન
પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રામ બધાના છે અને રામ બધામાં છે. તેમણે કહ્યું હતું કે સદીઓથી ચાલી આવતી આશા હવે પૂરી થશે. તેમણે કહ્યું હતું કે અનેક પાડોશી દેશોમાં પણ રામાયણ છે અને ત્યાં પણ રામની ચર્ચા થાય છે. 

— ANI (@ANI) August 6, 2020

પાકિસ્તાને ગઈ કાલે આપ્યું હતું નિવેદન
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતની સુપ્રીમ કોર્ટના ત્રુટિપૂર્ણ નિર્ણયે મંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યો, જે માત્ર ન્યાય પર આસ્થાની પ્રધાનતા જ નથી દર્શાવતું પણ આજના ભારતમાં વધતા બહુસંખ્યવાદને પણ દર્શાવે છે. જ્યાં અલ્પસંખ્યકો, ખાસ કરીને મુસલમાનો અને તેમના પૂજા સ્થળો પર હુમલા વધી રહ્યાં છે. 

ભૂમિ પૂજન બાદ પાકિસ્તાનને લાગ્યા મરચા
અત્રે જણાવવાનું કે અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન પર પાકિસ્તાનને ખુબ મરચા લાગ્યા છે. પાકિસ્તાનના લવારા કરતા રેલવે મંત્રી શેખ રશીદે કહ્યું કે ભારત હવે ધર્મનિરપેક્ષ દેશ નથી પરંતુ રામ નગરમાં ફેરવાઈ ગયો છે. રાશિદે કહ્યું કે જૂના સમયના ધર્મનિરપેક્ષ દેશ હવે દુનિયાભરમાં ખતમ થઈ ગયા છે અને ભારત હવે 'શ્રીરામના હિન્દુત્વ'નો દેશ બની ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news