Corona Update: કોરોનાનો ભયંકર પ્રકોપ, 24 કલાકમાં 1.61 લાખથી વધુ કેસ, 879 લોકોના મૃત્યુ

દેશમાં કોરોનાનું સંકટ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ આવતા સરકાર સામે મોટો પડકાર ઊભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.61 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 879 લોકોના મૃત્યુ થયા છે. 

Updated By: Apr 13, 2021, 10:15 AM IST
Corona Update: કોરોનાનો ભયંકર પ્રકોપ, 24 કલાકમાં 1.61 લાખથી વધુ કેસ, 879 લોકોના મૃત્યુ
ફાઈલ ફોટો

નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંકટ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ આવતા સરકાર સામે મોટો પડકાર ઊભો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.61 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 879 લોકોના મૃત્યુ થયા છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.61 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,61,736 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,36,89,453 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,22,53,697 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. જ્યારે 12,64,698 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક્ટિવ કેસની સંખ્યા ખુબ વધી રહી છે જે ચિંતાજનક છે. એક જ દિવસમાં કોરોનાએ 879 લોકોનો ભોગ લીધો. આ સાથે જ કુલ મૃત્યુનો આંકડો 1,71,058 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં કુલ 10,85,33,085 લોકોને રસી આપવામાં આવી છે. 

ભારતને મળી ત્રીજી કોરોના રસી
વધતા કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં વધુ એક રસી આવી ગઈ છે. DGCI તરફથી કોવિડ રસી ‘SPUTNIK V' ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના કે વી જી સોમાનીએ આ મંજૂરી આપી. દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે આ રસીને રશિયાથી આયાત કરાશે. અત્રે જણાવવાનું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનને પહેલેથી આ મંજૂરી મળી ચૂકી છે. હવે ભારત પાસે કોરોના સંક્રમણ સામે લડવા માટે ત્રીજુ હથિયાર પણ મળી ગયું છે. 

ડો. રેડ્ડીઝે ગત વર્ષ સપ્ટેમ્બરમાં આ રસીના મેડિકલ એક્ઝામિનેશન અને ભારતમાં તેના ડિસ્ટ્રીબ્યુશન અધિકાર માટે રશિયન ડાઈરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે ભાગીદારી શરૂ કરી હતી. અત્રે જણાવવાનું કે સ્પુતનિક વી ના ત્રીજા તબક્કાના ટેસ્ટના વચગાળાના પરિણામોમાં તેના 91.6 ટકા પ્રભાવી હોવાની વાત સામે આવી હતી. 

વિશ્વમાં ભારત પહોંચ્યું બીજા નંબરે
કૂદકેને ભૂસકે વધતા કેસના કારણે હવે વિશ્વમાં ભારત બ્રાઝિલને પછાડીને બીજા સ્થાને પહોંચી ગયું છે. આજે પણ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા હવે  1,36,89,453 પર પહોંચી ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. 

મહારાષ્ટ્રમાં સ્થિતિ ખરાબ
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે. આજે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 51,751 નવા કેસ સામે આવ્યા છે અને 258 દર્દીઓના મૃત્યુ થયા છે. આ પહેલા રવિવારે રેકોર્ડ 63,294 નવા કેસ સામે આવ્યા હતા અને 349 દર્દીઓના મૃત્યુ થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 34,58,996 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 58,245 દર્દીઓના મૃત્યુ થયા છે. 

એક મિનિટમાં 5 ગુજરાતીઓને કોરોના, દર કલાકે 2 વ્યક્તિનાં મોત
ગુજરાતમાં સોમવારે રેકોર્ડબ્રેક 6021 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો એક જ દિવસમાં 55 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. રાજ્યનો રિકવરી રેટ પણ ઘટીને 89.95 ટકાએ પહોંચ્યો હતો. 
Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો

Corona in Kids: કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધુ ઘાતક છે? વિગતવાર માહિતી જાણો

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube