ભારતના પરાક્રમમાં વધારો, ચીન સાથેના તણાવ વચ્ચે USથી મળશે 6 પ્રિડેટર B ડ્રોન

ચીન સાથે તણાવની વચ્ચે ભારતના પરાક્રમ પર ફરી એકવાર મોટા સામચાર આવ્યા છે. સમુદ્રથી આકાશ સુધી ભારતના શૌર્યને નવી શક્તિ મળવાની છે. સમુદ્રનો રંગ પણ આસમાની છે અને આકાશનો રંગ પણ આ જ છે. એટલે કે આ ભારતીય સેનાનું મિશન બ્લૂ છે, અને આ મિશન બ્લૂ અંતર્ગત ભારતને બમણી શક્તિ મળવાની છે.
ભારતના પરાક્રમમાં વધારો, ચીન સાથેના તણાવ વચ્ચે USથી મળશે 6 પ્રિડેટર B ડ્રોન

નવી દિલ્હી: ચીન સાથે તણાવની વચ્ચે ભારતના પરાક્રમ પર ફરી એકવાર મોટા સામચાર આવ્યા છે. સમુદ્રથી આકાશ સુધી ભારતના શૌર્યને નવી શક્તિ મળવાની છે. સમુદ્રનો રંગ પણ આસમાની છે અને આકાશનો રંગ પણ આ જ છે. એટલે કે આ ભારતીય સેનાનું મિશન બ્લૂ છે, અને આ મિશન બ્લૂ અંતર્ગત ભારતને બમણી શક્તિ મળવાની છે.

ભારત હવે અમેરિકાથી વધુ 6 P-8i એરકરાફ્ટ ખીદશે. P-8i એરક્રાફ્ટની નવી ખરીદીથી ભારતીય નૌસેનાની શક્તિમાં મોટો વધારો થશે.

આ ઉપરાંત ભારતને અમેરિકા પાસેથી 6 પ્રિડેટર B ડ્રોન મળશે. ઘાતક હથિયારોથી સજ્જ આ પ્રેડિયર ડ્રોન દુશ્મનના અડ્ડાઓની જણાકારી મેળવી તબાહ કરવામાં સક્ષમ છે.

સમુદ્રમાં ભારતીય નૌસેનાને પી 8 આઇ એરક્રાફ્ટની નવી ખરીદી મળશે. જ્યારે આકાશમાં ભારતીય સેનાને પ્રિડેટર બી ડ્રોનની શક્તિ મળશે.

ભારત અમેરિકાથી વધુ 6 પોસાઇડન-8i એરક્રાફ્ટ ખરીદશે. એરક્રાફ્ટ ખરીદવા માટે ભારતે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. ભારત-ચીન વિવાદની વચ્ચે પ્રોસાઇડન-8i એરક્રાફ્ટ ખુબજ મહત્વના છે.

ત્યારે ભારત માટે પ્રિડેટર-B અને ગ્લોબલ હોક ડ્રોન ખરીદવું સભવ થયું કેમ કે, અમેરિકાએ તેમના ડ્રોન વેચવાના નિયમોમાં ફેરફાર કર્યો છે.

ભારત વધુ 6 પોસાઇડન-8i એરક્રાફ્ટ ખરીદશે. તેનો ફાયદો એ થશે કે સેના માટે ચીન પર નજર રાખવાનું વધુ સરળ બનશે.

ભારત સંરક્ષણ ડીલમાં વિલંબ કરવા માગતું નથી અને પોસાઇડન-8i એરક્રાફ્ટ ખરીદવાનું કામ શરૂ થઇ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news