ભારતનો ચીનને સ્પષ્ટ સંદેશ, LAC પર કોઈ ફેરફાર સ્વીકાર નહીં


વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત-ચીન સરહદ મામલા પર સલાહ અને સંકલન માટે જલદી વધુ એક બેઠક મળવાની સંભાવના છે. 
 

ભારતનો ચીનને સ્પષ્ટ સંદેશ, LAC પર કોઈ ફેરફાર સ્વીકાર નહીં

નવી દિલ્હીઃ લદ્દાખ સરહદ  (Ladakh Border) પર ભારત અને ચીનની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ચીને એલએસી પર ફિંગર 4થી પાછળ હટવાનો ઇનકાર કરી દીધો છે. ચીનની સાથે ચાલી રહેલા સરહદ વિવાદ પર ગુરૂવારે ભારતીય વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં કહ્યું કે, ભારત વાસ્તવિક નિયંત્રણ રેખાનું  પાલન કરવા અને તેનું સન્માન કરવા માટે પ્રતિબદ્ધ છે અને કહ્યું કે, તે સ્થિતિમાં ફેરફારના કોઈપણ પ્રયાસનો સ્વીકાર કરશે નહીં. 

વિદેશ મંત્રાલયે કહ્યું કે, સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવી આપણા દ્વિપક્ષીય સંબંધોનો આદાર છે. અમને આશા છે કે ચીન અમારી સાથે મળીને ગંભીરતાથી તણાવને ઓછો કરવા અને વિવાદને સમાપ્ત કરવા માટે કામ કરશે. 

MEAએ કહ્યું કે, ભારત-ચીન સરહદ મામલા પર સલાહ તથા સન્મવય માટે જલદી વધુ એક બેઠક યોજાવાની સંભાવના છે. 

તમને જણાવી દઈએ કે ચીને એલએસી પર વિવાદિત વિસ્તારમાંથી પાછળ હટવાની ના પાડી દીધી હતી. ચીનની સેનાએ પેન્ગોંગ તળાવની પાસે ફિંગર 4 વિસ્તારમાંથી પાછળ હટવાની જગ્યાએ LAC પર 40 હજાર સૈનિક તૈનાત કરી દીધા હતા. ચીનના આ દગાને કારણે ભારતની સેનાએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતની સેનાએ આવનાર શિયાળાને જોતા મોટી સંખ્યામાં સૈનિકો અને તેના સામાનને મોરચા પર મોકલવાનું શરૂ કરી દીધું છે. એટલે કે વિવાદ શિયાળા સુધી કે તેનાથી લાંબા ચાલશે અને તે જલદી સમાપ્ત થાય તેવી કોઈ આશા હાલ નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news