J&K: આઇપીએસ અધિકારીના ભાઇ સાથે બન્યો હતો આતંકી, એન્કાઉન્ટરમાં મોત

જમ્મૂ કાશ્મીરમાં સક્રિય આતંકીઓની સામે ઓપરેશન ઓલ આઉટ ચાલાવી રહેલા સુરક્ષા દળને મોટી સફળતા મળી છે. મંગળવારે (5 માર્ચ 2019)ની સવારે સુરક્ષા દળ દ્વારા પુલવામાના ત્રાલ વિસ્તારમાં બે આતંકીઓ માર્યા ગયા છે.

J&K: આઇપીએસ અધિકારીના ભાઇ સાથે બન્યો હતો આતંકી, એન્કાઉન્ટરમાં મોત

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં સક્રિય આતંકીઓની સામે ઓપરેશન ઓલ આઉટ ચાલાવી રહેલા સુરક્ષા દળને મોટી સફળતા મળી છે. મંગળવારે (5 માર્ચ 2019)ની સવારે સુરક્ષા દળ દ્વારા પુલવામાના ત્રાલ વિસ્તારમાં બે આતંકીઓ માર્યા ગયા છે. બંને આતંકી હિઝબુલ મુઝાહિદ્દીન નામના આતંકી સંગઠનથી જોડાયેલા હતા.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગેયલા આતંકીઓની ઓળખ અદફર ફયાઝ અને ઇરફાન અહમદના રૂપમાં થઇ છે. બંને આતંકીઓની ઓળખ બાબતે સુરક્ષા દળે સત્તાવાર પુષ્ટિ કરી છે. હાલમાં, સુરક્ષાદ દળ આ વિસ્તારમાં છુપાયેલા અન્ય આતંકિઓની તપાસમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

સુરક્ષા દળ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર, અફદર ફયાઝ મૂળ રૂપથી ત્રાલના ગુલશનપુરા વિસ્તારનો નિવાસી છે. તેણે ગત વર્ષ 8 જુલાઇએ 8 અન્ય યુવકોની સાથે આતંકની દુનિયામાં પગ મુક્યો હતો. ફયાઝની સાથે આતંકની દુનિયામાં પગ મુકનારમાં આઇપીએસ અધિકારીનો ભાઇ શમશુલ હક પણ સામેલ હતો.

8 મહિનાથી સક્રિય હતો આતંકી અફદર
તેમણે જણાવ્યું કે, કાશ્મીર ઘાટીમાં ગત 8 મહિનાથી આતંક ફેલાવી રહ્યો હતો અફદર ફયાઝનું ત્રાલમાં થયેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. અફદર ફયાઝની સાથે મરનાર અન્ય આતંકીની ઓળખ ઇરફાન અહમદના રૂપમાં થઇ છે. ઇરફાન મૂળ રૂપથી ત્રાલના શરીફ અબદ વિસ્તારનો નિવાસી છે. 12મું પાસ શરીફે 12 નવેમ્બર 2017ના હિઝબુલ મુઝાહિદ્દીન નામના આતંકી સંગઠનમાં જોડાયો હતો.

ગોળ મસ્જિદ વિસ્તારમાં છુપાયા હતા આતંકી
સુરક્ષા દળના જણાવ્યા અનુસાર, સોમવાર સાંજે ત્રાલના મીર મહોલ્લામાં આતંકવાદીઓ છૂપાયેલા હોવાની ગુપ્ત જાણકારી મળી હતી. સૂચનાના આધાર પર સીઆરપીએફની 180મી બટાલિયન, 42 રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મૂ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રવિવાર રાત્રે વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકીઓની તપાસ શરૂ કરી હતી. મંગળવારે સવારે સુરક્ષા દળે ત્રાલના ગોળ મસ્જિદ વિસ્તારમાં સ્થિત તેમના મકાનની તપાસમાં સફળ રહ્યાં, જેમાં આતંકી છૂપાયેલા હતા.

આખી રાત ચાલું સર્ચ ઓપરેશન
સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પોતાને સુરક્ષા દળથી ઘેરાયેલા જોઇ મંગળવાર સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ કડક કાર્યવાહી કરતા બંને આતંકીઓને ઠાર માર્યા હતા. જમ્મૂ કાશ્મીર પોલીસના અનુસાર, અભિયાન મંગળવાર સવારે સુધી ચાલ્યું હતું. આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળ પર ગોળીબાર કર્યા બાદ એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હતું.

બુધવારે સેનાએ માર્યા 
આ પહેલા બુધવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ જૈશના બે આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગેયલા આતંકીઓમાં એક પાકિસ્તાની આતંકી હતો. તેમની પાસેથી મોટા પ્રમાણમાં દારૂગોળો અને હથિયાર મળી આવ્યા હતા.હતા બે આતંકીઓને ઠાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news