#InternationalDayofYoga: બરફથી છવાયેલી પર્વતની ટોચથી લઈને સમુદ્રમાં કરાયો યોગ અભ્યાસ 

5માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાંચીના પ્રભાત તારા ગ્રાઉન્ડમાં 40 હજાર લોકો સાથે યોગ અભ્યાસ કર્યો. પીએમ મોદીએ લોકો વચ્ચે બેસતા અગાઉ સૌથી પહેલા હાથ જોડીને ઓમનું ઉચ્ચારણ કર્યું.

#InternationalDayofYoga: બરફથી છવાયેલી પર્વતની ટોચથી લઈને સમુદ્રમાં કરાયો યોગ અભ્યાસ 

નવી દિલ્હી: 5માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાંચીના પ્રભાત તારા ગ્રાઉન્ડમાં 40 હજાર લોકો સાથે યોગ અભ્યાસ કર્યો. પીએમ મોદીએ લોકો વચ્ચે બેસતા અગાઉ સૌથી પહેલા હાથ જોડીને ઓમનું ઉચ્ચારણ કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ પ્રાણાયામ અને અન્ય યોગ ક્રિયાઓ દ્વારા દેશ અને દુનિયાને સ્વસ્થ અને નિરોગી કાયાનો સંદેશ આપ્યો. આજે ભારતમાં પહાડના શિખરથી લઈને સમુદ્ર વચ્ચે યોગ કરાયા. આઈટીબીપીના જવાનોએ અહીં બર્ફીલા પહાડો વચ્ચે યોગ કર્યો. અને ભારતીય નેવીના જવાનોએ જહાજ આઈએનએસ વિરાટ પર યોગ અભ્યાસ કર્યો. 

સિક્કિમમાં 19 હજાર ફૂટની ઊંચાઈ પર તહેનાત આઈટીબીપીના જવાનોએ માઈનસ 15 ડિગ્રી તાપમાનમાં યોગ કર્યાં. 

— ANI (@ANI) June 21, 2019

ઓડિશામાં સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પુરીના બીચ પર પીએમ મોદીની યોગ કરતી આકૃતિ બનાવી છે. 

— Sudarsan Pattnaik (@sudarsansand) June 21, 2019

અરુણાચલ પ્રદેશના તેજુ લોહિતપુરમાં દિગરુ નદીમાં આઈટીબીપીના જવાનોએ યોગ કર્યાં. 

— ANI (@ANI) June 21, 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં લોકોએ ગંગા નદીમાં જળયોગ ક્યાં. 

— ANI UP (@ANINewsUP) June 20, 2019

અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં દુનિયાભરને યોગ દિવસ મનાવવાનું આહવાન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ આવ્યા બાદ ત્રણ મહિનાની અંદર જ તેના આયોજનની જાહેરાત કરી દેવાઈ હતી. ત્યારબાદથી દુનિયાભરમાં 170 દેશોમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે. પાંચમા યોગ દિવસના અવસરે વડાપ્રધાન મોદી રાંચીના પ્રભાત તારા મેદાનમાં પહોંચ્યા હતાં અને યોગ અભ્યાસ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news