ISRO : આગામી 10 વર્ષમાં લોન્ચ થશે 7 વૈજ્ઞાનિક મિશન, મંગળ પછી શુક્રની તૈયારી શરૂ
આગામી 10 વર્ષમાં ઇસરો દ્વારા 7 મોટા વૈજ્ઞાનિક મિશન હાથ ધરવામાં આવશે. જેમાં 2020માં બ્રહ્માંડિય વિકિરણનો અભ્યાસ કરવા માટે એક્સપોસેટ, 2012માં સૂર્યના અભ્યાસ માટે L1, 2022માં મંગળ મિશન-2, 2014માં ચંદ્રયાન-3 અને 2028માં સૌર મંડળની બહાર એક નવી શોધ કરવાનું અભિયાન બનાવાયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત છ વર્ષ પહેલા મંગળ ગ્રહ પર પહોંચ્યા પછી હવે શુક્ર ગ્રહ (Venus) પર જવાની તૈયારી કરી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આગામી 10 વર્ષમાં 7 વૈજ્ઞાનિક મિશન લોન્ચ કરવાની યોજના બનાવી છે. જેમાં 2013માં શુક્ર ગ્રહનું મિશન હાથ ધરવામાં આવશે.
ઈસરોના ચેરમેન સિવન શુક્રવારે શ્રીહરિકોટામાં 108 સ્કૂલના વિદ્યાર્થીઓને યુવિકા-2019ના યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ અંતર્ગત સંબોધિત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ઈસરોને દુનિયાભરમાં સારી પ્રતિક્રિયા મળી છે. ઈસરો 20 કરતાં વધુ પેલોડ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, આગામી 10 વર્ષમાં ઇસરો દ્વારા 7 મોટા વૈજ્ઞાનિક મિશન હાથ ધરવામાં આવશે. જેમાં 2020માં બ્રહ્માંડિય વિકિરણનો અભ્યાસ કરવા માટે એક્સપોસેટ, 2012માં સૂર્યના અભ્યાસ માટે L1, 2022માં મંગળ મિશન-2, 2014માં ચંદ્રયાન-3 અને 2028માં સૌર મંડળની બહાર એક નવી શોધ કરવાનું અભિયાન બનાવાયું છે.
શુક્ર ગ્રહ અભિયાન અંગે તેમણે જણાવ્યું કે, શુક્ર ગ્રહ આકાર, સંરચના અને ઘનત્વની બાબતે સમાન હોવાને કારણે પૃથ્વીની જોડીયા બહેન માનવામાં આવે છે. મિશન શુક્ર ગ્રહમાં તેની સપાટી, પેટા સપાટી, વાયુમંડળ, રસાયણ વિજ્ઞાન અને પવનનો અભ્યાસ કરવામાં આવશે.
ઈસરોના અધ્યક્ષે વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં વધુમાં જણાવ્યું કે, આદિત્ય એલ-1 અને એક્સપોસેટ મિશનની યોજના પણ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે. અન્ય મિશનની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. સિવનના જણાવ્યા અનુસાર આદિત્ય એલ-1, સૂર્ય મિશન પૃથ્વી પર જળવાયુ પરિવર્તનને સમજવા અને ભવિષ્યવાણી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે