જયપુર: નોકરી નહી મળતા હતાશ 4 યુવનાઓ ટ્રેન આગળ પડતું મુક્યું, 3નાં મોત

ઘટના નજરે જોનારા લોકોનાં અનુસાર આત્મહત્યા પહેલા ચારેય યુવકોએ પરિવાર સાથે વાત કરી હતી અને ત્યાર બાદ તેઓ નોકરી અંગે વાત કરી રહ્યા હતા

જયપુર: નોકરી નહી મળતા હતાશ 4 યુવનાઓ ટ્રેન આગળ પડતું મુક્યું, 3નાં મોત

અલવર : રાજસ્થાનનાં અલવરમાં બુધવારે સાંજે એક દુર્ઘટના બની જેનાથી અનેક લોકોનાં હૃદય દ્રવી ઉઠ્યા. શહેરનાં એફસીઆિ ગોદામ નજીક 4 મિત્રોએ ટ્રેન નીચે આત્મહત્યા કરી લીધી. જેમાં 3નાં ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા હતા. અને એક ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જો કે આત્મહત્યા પાછળનું કારણ બેરોજગારી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

ઘટનાને નજરે જોનાર અને ચારેય યુવકનાં મિત્રોના અનુસાર આત્મહત્યા પહેલા ચારેય મિત્રો વાતો કરી રહ્યા હતા કે નોકરી તો મળશે નહી તો જીવીને શું ફાયદો થશે. પોલીસ ઘટના સ્થળ પર હાજર બંન્ને યુવકોની પુછપરછ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃત યુવકોની ઓળખ સત્યનારાયણ, ઋતુરાજ અને મનોજ તરીકે થઇ છે. સત્યનારાયણે પોતાની આત્મહત્યાની ઘટના પહેલા પોતાની ફેસબુક પ્રોફાઇલ પર એક વીડિયો પણ શેર કર્યો હતો. જેને આ ઘટના સાથે જોડવામાં આવી રહ્યો છે. 

રિપોર્ટ અનુસાર ચારેય મિત્રો અલવરમાં અભ્યાસ કરી રહ્યા હતા. ચારેયે મરતા પહેલા પોતાનાં પરિવાર સાથે વાત કરી હતી. આ ઘટના બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. ગહલોતે ટ્વીટ કરતા લખ્યું કે, ખુબ જ દર્દનાક અને હૃદયદ્રાવક સમાચાર છે. નોકરી નહી મળવાનાં કારણે યુવકોની આત્મહત્યા. ખુબ જ દર્દનાક ઘટના તેની યોગ્ય તપાસ થવી જોઇએ. તેમનાં પરિવારની પીડા હું સમજી શકું છું પ્રભુ તેમને શક્તિ આપે. 

સચિન પાયલોટે લખ્યું કે, પ્રદેશમાં સરકારી નોકરીનું દર્દનાક સત્ય સામે આવી રહ્યું છે. અલવરમાં નોકરી નહી મળતા હતાશ 4 યુવાનોએ ટ્રેન આગળ કુદીને આત્મ હત્યા કરી લીધી છે. જેમાં 3નાં મોત થઇ ચુક્યા છે. મૃતકોનાં પરિવારજનો સાથે સંવેદના વ્યક્ત કરૂ છું. યુવાનોને અપીલ કરૂ છું કે હતાશ ન થાય. કોંગ્રેસ પહેલા દિવસથી જ યુવાનોને રોજગાર આપવા માટેના પ્રયાસો કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news