JK: શ્રીનગરમાં શંકાસ્પદ આતંકવાદીઓનું ફાયરિંગ, દુકાનદાર ઘાયલ

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370માં પરિવર્તન બાદ શ્રીનગરમાં ફાયરિંગનો હાલમાં જ કિસ્સો સામે આવ્યો છે

JK: શ્રીનગરમાં શંકાસ્પદ આતંકવાદીઓનું ફાયરિંગ, દુકાનદાર ઘાયલ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ શ્રીનગરમાં ફાયરિંગનો કેસ સામે આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસનાં સુત્રો અનુસાર શ્રીનગરમાં શંકાસ્પદ આતંકવાદીઓએ દુકાનદાર પર ફાયરિંગ કરી દીધું. ત્યાર બાદ દુકાનદાર ઘાયલ થઇ ગયા. ઘટના સ્થળ પર ફાયરિંગની તત્કાલ બાદ સુરક્ષાદળોના જવાનો પણ પહોંચ્યા હતા. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર સાંજે 06.45 મિનિટે આતંકવાદીઓએ વ્યક્તિને નિશાન બનાવ્યો.

પૈરા-એથલીટ દીપા મલિકને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, રાષ્ટ્રપતિએ પુરસ્કાર એનાયત કર્યું
કડક સુરક્ષા વ્યવસ્થા છતા પણ કાશ્મીરમાં આ પ્રકારની ઘટના સામે આવવું ખુબ જ પરેશાન કરનારુ છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવેલી છે. ભારત સરકારે જમ્મુ કાશ્મીરથી 5 ઓગષ્ટે અનુચ્છેદ 370 નબળી પાડવાનો નિર્ણય કર્યો ત્યારથી પાકિસ્તાન ગિન્નાયેલું છે. પાકિસ્તાન સીમાપાર ઘુસણખોરીના સતત પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન સતત ખીણમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે. 

પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરી રહ્યું છે. પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બીજી તરફ આ વર્ષે પાકિસ્તાન 1889 વખત સીઝફાયર ઉલ્લંઘન કરી ચુક્યા છે. સુત્રો અનુસાર આ ઉપરાંત અનુચ્છેદ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન 222 વખત સીઝફાયર ઉલ્લંઘન કરી ચુક્યું છે. પાકિસ્તાન 5 ઓગષ્ટથી જ ધુંધવાયેલું છે. દરરોજ પાકિસ્તાન 10 વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતું રહ્યું છે. સીમા પર દરરોજ ભારત પાકિસ્તાન વચ્ચે ગોળીબાર થયા કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news