ઝારખંડ ચૂંટણી પરિણામઃ જીત બાદ બોલ્યા હેમંત સોરેન- આજથી રાજ્યનો નવો અધ્યાય શરૂ થશે

હેમંત સોરેને પત્રકાર પરિષદ યોજીને મીડિયા સાથે વાત કરી અને જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આ રાજ્યની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે અને તેથી તેમનો આભાર માનું છું.

ઝારખંડ ચૂંટણી પરિણામઃ જીત બાદ બોલ્યા હેમંત સોરેન- આજથી રાજ્યનો નવો અધ્યાય શરૂ થશે

રાંચીઃ ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)ના નેતૃત્વ વાળું ગઠબંધન જીત તરફ આગળ વધી રહ્યું છે. આ વચ્ચે જેએમએસ નેતા અને રાજ્યના સંભવિત મુખ્યપ્રધાન હેમંત સોરેને કહ્યું કે, તે દરેક વર્ગની અપેક્ષાઓ પૂરી કરશે. તેમણે ચૂંટણી પરિણામને પોતાના પિતા અને દિમોશ ગુરૂના નામથી જાણીતા શિબૂ સોરેનના અથાક પરિશ્રમનું ફળ ગણાવ્યું છે. 

ઝારખંડના સંભવિત મુખ્યપ્રધાને કહ્યું, 'ઉત્સાહનો દિવસ તો છે, સંકલ્પ લેવાનો પણ દિવસ છે. અહીંના  લોકોની અપેક્ષાઓને પૂરી કરવાનો દિવસ છે. દિશોમ ગુરૂ શિબૂ સોરેન જીના પરિશ્રણ અને સમર્પણનું પરિણામ છે.' તેમણે કહ્યું કે, આગળની નીતિ ગઠબંધન દળોની સાથે વાતચીત બાદ નક્કી કરવામાં આવશે. હેમંત સોરેને તેમની પાર્ટીની સાથે કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધન કરવા પર બંન્ને પાર્ટીઓના શીર્ષ નેતૃત્વનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. 

— ANI (@ANI) December 23, 2019

ઝારખંડના નવા સંભવિત સીએમે રાજ્યની જનતાને વિશ્વાસ અપાવ્યો કે તેમની સરકારની તમામ સમુદાય પર નજર રહેશે. તેમણે કહ્યું, 'આ રાજ્ય માટે એક નવો અધ્યાય શરૂ થઈ ગયો જે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. જે આશાથી લોકોએ અમને મત આપ્યા, હું તેમની આશા પૂરી કરવાનો વિશ્વાસ આપું છું.'

Jharkhand Election Results 2019: એક જ વર્ષમાં ઝારખંડ સહિત 5 રાજ્યો ભાજપે ગુમાવ્યાં

આ પહેલા મતગણતરિના ટ્રેન્ડમાં ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળતો જોઈને હેમંત સોરેને પોતાની ખુશી સાઇકલ સવારી કરીને વ્યક્ત કરી હતી. કોંગ્રેસ-જેએમએસ અને આરજેડીનું ગઠબંધન ઝારખંડમાં 46 સીટો પર આગળ ચાલી રહ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news