AAP સાથે નહીં થાય ગઠબંધન, રાહુલ ગાંધી સાથે બેઠક બાદ બોલ્યા શીલા દીક્ષિત
આમ આદમી પાર્ટીએ દિલ્હીની 7 લોકસભા બેઠકમાંથી 6 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પરંતુ તેનાથી માત્ર કોંગ્રેસ પર દબાણની રાજનીતિ માનવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 ને લઇને દિલ્હીની 7 બેઠકો પર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હી કોંગ્રેસના સીનિયર નેતાઓની સાથે બેઠક બોલાવી હતી. રાહુલ ગાંધીના ઘર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિત, દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અજય માકન સહિત દિલ્હીના ઘણા સીનિયર નેતા હાજર છે. આ બેઠકમાં આવનાર લોકસભા ચૂંટણીમાં દિલ્હિમાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનને લઇ ચર્ચા થઇ હતી. બેઠક બાદ દિલ્હીની પૂર્વ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિતે કહ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે કે દિલ્હીમાં ‘આપ’ સાથે કોઇ ગઠબંધન થશે નહીં.
સામાન્ય રીતે આમ આદમી પાર્ટીએ દિલ્હીની 7 લોકસભા બેઠકમાંથી 6 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પરંતુ તેનાથી માત્ર કોંગ્રેસ પર દબાણની રાજનીતિ માનવામાં આવી રહી છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાં 3-3ના ફોર્મૂલા પર ચર્ચા ચાલી રહી છે. જ્યારે એક બેઠક યશવંત સિન્હા અથવા શત્રુઘ્ન સિન્હાને આપવામાં આવશે તેની ચર્ચા ચાલી રહી છે.
વધુમાં વાંચો: દિગ્વિજયે પુલવામા હુમલાને ગણાવી દૂર્ઘટના, વીકે સિંહએ પુછ્યુ- રાજીવ ગાંધીની હત્યા હતી કે દૂર્ઘટના
આમ આદમી પાર્ટી કોંગ્રેસના 7માંથી 2 લોકસભા બેઠક આપવા ઇચ્છે છે. પરંતુ કોંગ્રેસ 3થી ઓછી બેઠકમાં સમાધાન કરવા ઇચ્છતી નથી. આજની બેઠક બાદ થઇ શકે છે કે આ વાતની જલ્દી જાહેરાત થઇ જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે