કાનપુર અથડામણ: હવે ચૌબેપુર પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મી સસ્પેન્ડ, 115 પર શંકાની સોય

કાનપુરમાં થયેલા અથડામણ કાંડમાં ઉત્તર પ્રદેશ સરકારે એક્શનની શરૂઆત કરી દીધી છે. ચૌબેપુર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વિનય તિવારી બાદ હવે ચોબેપુર પોલીસ સ્ટેશનના બે સબ ઈન્સ્પેક્ટર અને એક સિપાઈને સસ્પેન્ડ કરાયા છે. તમામ વિકાસ દુબેના સંપર્કમાં હતાં. કોલ ડિટેલથી આ ખુલાસો થયો છે.  સબ ઈન્સ્પેક્ટર કુંવર પાલ, સબ ઈન્સ્પેક્ટર કૃષ્ણકુમાર શર્મા અને આરક્ષી રાજીવને પોલીસ ખાતા દ્વારા સસ્પેન્ડ કરાયા છે. 
કાનપુર અથડામણ: હવે ચૌબેપુર પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મી સસ્પેન્ડ, 115 પર શંકાની સોય

કાનપુર: કાનપુરમાં થયેલા અથડામણ કાંડમાં ઉત્તર પ્રદેશ સરકારે એક્શનની શરૂઆત કરી દીધી છે. ચૌબેપુર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ વિનય તિવારી બાદ હવે ચોબેપુર પોલીસ સ્ટેશનના બે સબ ઈન્સ્પેક્ટર અને એક સિપાઈને સસ્પેન્ડ કરાયા છે. તમામ વિકાસ દુબેના સંપર્કમાં હતાં. કોલ ડિટેલથી આ ખુલાસો થયો છે.  સબ ઈન્સ્પેક્ટર કુંવર પાલ, સબ ઈન્સ્પેક્ટર કૃષ્ણકુમાર શર્મા અને આરક્ષી રાજીવને પોલીસ ખાતા દ્વારા સસ્પેન્ડ કરાયા છે. 

115 પોલીસકર્મી તપાસના દાયરામાં
કાનપુર અથડામણ કાંડમાં 115 પોલીસકર્મીઓ પોલીસ તપાસના દાયરામાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જે પણ દોષિત ઠરશે તેમના વિરુદ્ધ હત્યા (302)નો કેસ દાખલ થશે. કાનપુર પોલીસ લગભગ 115 પોલીસકર્મીઓના કોલ ડિટેલ રેકોર્ડનું વિશ્લેષણ કરી રહી છે. જે ગેંગસ્ટરના પે રોલ પર હોઈ શકે છે. 

વિસ્તારમાં અને આજુબાજુ રહેતા પોલીસકર્મીઓની સંખ્યા અને તેમના વિવરણોની તપાસ કરીને માહિતી મેળવવામાં આવી રહી છે કે કોણે વિકાસને ફોન કર્યો અને પોલીસ મૂવમેન્ટ અંગે તેને જાણ કરી. વિશેષજ્ઞોની એક ટીમને અનેક પોલીસકર્મીઓના નંબર સોંપવામાં આવ્યાં છે. છેલ્લા 15 દિવસથી દુબે અને તેના સાથીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા નંબરોની તપાસ થઈ રહી છે. 

યુપીની અનેક કોર્ટમાં અલર્ટ 
વિકાસ દુબેના સરન્ડરની અટકળો વચ્ચે આજે પણ યુપીની અનેક કોર્ટમાં અલર્ટ જાહેર છે. પોલીસ સતત ધરપકડ માટે દરોડા પાડી રહી છે. કોઈ પણ સંજોગોમાં પોલીસ વિકાસ દુબેને કોર્ટમાં સરન્ડર થવા દેવા માંગતી નથી. યુપી પોલીસ સરન્ડર કર્યા પહેલા જ વિકાસ દુબેની ધરપકડ કરવા માંગે છે. 

અપરાધને અંજામ આપવામાં પત્નીનો પણ સહયોગ
વિકાસ દુબેની પત્ની ઋચા પોતાના બાળકો સાથે લખનઉમાં રહેતી હતી પરંતુ વિકાસ દુબેના અપરાધોમાં તેનો સહયોગ કરતી હતી. વિકાસ કઈ ઘટનામાં સામેલ છે તેની જાણકારી ઋચાને રહેતી હતી. બિકરુ ગામમાં બનેલા ઘરની બહાર લાગેલા સીસીટીવી ઋચાના મોબાઈલ સાથે પણ કનેક્ટ હતાં. જ્યારે પણ વિકાસને પોલીસ ઉઠાવતી હતી ત્યારે એન્કાઉન્ટરની બીકે સોશિયલ મીડિયા પર તે સીસીટીવી ફૂટેજ વાયરલ કરી દેતી હતી. મોટાભાગની જમીન સંપત્તિ પણ ઋચાના નામે જ છે. 

વિકાસની એક ડાયરી કે જેમાં તેના વસૂલાના કાળા કારનામાનો ઉલ્લેખ છે પોલીસ તેને શોધી રહી છે. તે ડાયરીમાં ગેરકાયદે વસૂલીની સાથે સાથે વિકાસના જમીન સંબંધિત ગેરકાયદે વેપલાનો પણ ઉલ્લેખ છે. વિકાસ દુબેના તમામ કેસની ફરીથી સમીક્ષા કરવામાં આવશે. તેની જૂની કેસ ડાયરી પણ ખોલવામાં આવી રહી છે. 

ઘટના બાદ બાઈકથી ફરાર થયો વિકાસ
કાનપુર પોલીસ તરફથી વિકાસ પર ઈનામની રકમ વધારીને 5 લાખ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. અથડામણની ઘટનામાં પૂછપરછના આધાર પર કેટલાક નામ વધુ નોંધવામાં આવશે. અતુલ દુબેનો પુત્ર વિતુલ દુબેના નામે હથિયારનું લાયસન્સ છે. તેણે પણ પોલીસ પર ગોળીઓ વરસાવી હતી. પોલીસ તેને પણ શોધી રહી છે. પોલીસે એવા 10 લોકોની ઓળખ કરી છે. એફઆઈઆરમાં તેમના નામ નોંધવામાં આવશે. આ બાજુ ચૌબેપુર પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓના પ્રાઈવેટ સિમ જમા કરાવવામાં આવ્યાં છે. 

જુઓ LIVE TV

રેડની સૂચના મળ્યા બાદથી જ વિકાસ દુબેએ પોતાના ભાગવાની તૈયારી કરી લીધી હતી. પોલીસકર્મીઓની હત્યા બાદ વિકાસ દુબે બાઈક લઈને ફરાર થઈ ગયો હતો ગામની ગલીમાંથી નીકળીને પાંડુ નદી પાર કરીને બિધૂના રોડ પહોંચ્યો જ્યાં પહેલેથી વિકાસનો એક સાથી ગાડી લઈને ઊભો હતો. ગાડી દ્વારા વિકાસ હાઈવે બાજુ જતો રહ્યો. 

દયાશંકરની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે રેડની જાણકારી સાડા 5 કલાક પહેલા વિકાસને ફોન દ્વારા મળી હતી. ત્યારબાદ તેણે તમામ દરવાજા અને બારીઓ બંધ કરવાના આદેશ આપ્યાં અને ફોન કરીને હથિયારધારીઓને ભેગા કરીને પોતાના મકાનની આજુબાજુ ત્રણેય દિશાઓમાં છાપરે તૈનાત કર્યાં. વિકાસે દયાશંકરને કહ્યું હતું કે આજે આવવા દો. એટલા ખાખીધારીઓને પાડીશ કે ગણતરી કરવી મુશ્કેલ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news