કારગિલ વિજયને આજે 21 વર્ષ પૂરા, વિજય ગાથા પર સમગ્ર દેશને ગર્વ, રક્ષામંત્રીએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ

આજે કારગિલ વિજય દિવસ(Kargil Vijay Divas)ના 21 વર્ષ પૂરા થયા છે. 1999માં આજના દિવસે જ ભારતીય સેનાએ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હ તો. આજે રક્ષામંત્રી, સીડીએસ અને ત્રણેય સેના પ્રમુખ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ આપશે. આજના દિવસને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઉજવવામાં આવે છે. 

કારગિલ વિજયને આજે 21 વર્ષ પૂરા, વિજય ગાથા પર સમગ્ર દેશને ગર્વ, રક્ષામંત્રીએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: આજે કારગિલ વિજય દિવસ(Kargil Vijay Divas)ના 21 વર્ષ પૂરા થયા છે. 1999માં આજના દિવસે જ ભારતીય સેનાએ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહ, સીડીએસ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખોએ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આજના દિવસને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઉજવવામાં આવે છે. 

— ANI (@ANI) July 26, 2020

21 વર્ષ અગાઉ 26 જુલાઈના રોજ ભારતીય સેનાએ પોતાનું એવું તે શૌર્ય અને પરાક્રમ દેખાડ્યું હતું કે જેનો ઈતિહાસમાં કોઈ મુકાબલો નથી. દુશ્મને જે પર્વતની ટોચ પર કબ્જો જમાવ્યો હતો ત્યાંથી પાકિસ્તાનના સૈનિકોનો ખાતમો કરીને તે પહાડો પર કબ્જો જમાવવો કેટલો મુશ્કેલ રહ્યો હશે, તેનો તો આપણે ફક્ત અંદાજો જ લગાવી શકીએ છીએ. આથી આજના દિવસે સમગ્ર દેશ તે અમર જવાનોને સલામ કરે છે, શ્રદ્ધાંજલિ આપે છે તેઓ કારગિલમાં શહીદ થયા હતાં. દેશ આજે વિજય પર્વ મનાવી રહ્યો છે. કારગિલની ઊંચી પહાડીઓ પર પાકિસ્તાનના સૈનિકોએ કબ્જો જમાવ્યો હતો. ત્યારબાદ 18 હજાર ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટે ભારતીય સેનાના શૂરવીરોએ ઓપરેશન વિજયનો ઈતિહાસ રચ્યો. 

અત્રે જણાવવાનું કે ઓક્ટોબર 1998માં મુશર્રફે કારગિલ પ્લાનને મંજૂરી આપી હતી. પાકિસ્તાનને લાગ્યું હશે કે ઊંચી ટોચ પર કબ્જો જમાવ્યાં બાદ આ વિસ્તાર હંમેશા માટે તેમનો થઈ જશે પરંતુ તેમને ભારતીય સેનાના અદમ્ય સાહસનો અંદાજો નહતો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ત્યારે મિગ-27 અને મિગ-29 ફાઈટર વિમાનોનો ઉપયોગ કર્યો હતો. પરંતુ બોફોર્સ તોપના ગોળાઓએ પાકિસ્તાનને હરાવવામાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી હતી. 

જુઓ LIVE TV

13 જૂનના રોજ ભારતીય સેનાએ દ્રાસ સેક્ટરમાં તોલોલિંગ પોસ્ટ પર તિરંગો લહેરાવ્યો હતો. ટાઈગર હિલ પર ભારતનો પ્રભુત્વ 24 જૂનથી શરૂ થયું હતું, જ્યારે વાયુસેનાએ મોરચો સંભાળ્યો અને બે મિરાજ 2000 એરક્રાફ્ટ્સ મોકલ્યા. આ ફાઈટર વિમાનોએ ટાઈગર હિલ પર જામી બેઠેલા પાકિસ્તાન સૈનિકો પર લેઝર ગાઈડેડ બોમ્બ દ્વારા હુમલો કર્યો. આખરે 26 જુલાઈના રોજ ભારતે છેલ્લી ટોચ ઉપર પણ કબ્જો જમાવી લીધો અને ઓપરેશન વિજય પૂરું થયું. કારગિલની વિજય ગાથા પર સમગ્ર દેશને ગર્વ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news