LIVE: કર્ણાટકમાં 12 મેના રોજ મતદાન, 15મીએ મતગણતરી થશે

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી કમિશન તારીખોની જાહેરાત કરી રહ્યું છે. આ સંબંધમાં ચૂંટણી કમિશનની પ્રેસ કોંફ્રેંસ શરૂ થઇ ગઇ છે. આ સાથે જ કર્ણાટકમાં ચૂંટણીની આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી. 

LIVE: કર્ણાટકમાં 12 મેના રોજ મતદાન, 15મીએ મતગણતરી થશે

નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી કમિશન તારીખોની જાહેરાત કરી રહ્યું છે. આ સંબંધમાં ચૂંટણી કમિશનની પ્રેસ કોંફ્રેંસ શરૂ થઇ ગઇ છે. આ સાથે જ કર્ણાટકમાં ચૂંટણીની આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી. ચૂંટણી કમિશને કહ્યું કે નબળા વર્ગના મતદારોને સુરક્ષા પુરી પાડવામાં આવશે. રાજ્યની કુલ 224 વિધાનસભા સીટો પર ચૂંટણી યોજાશે. બહુમત માટે 113 સીટો જોઇએ.

અમિત માલવીયના ટ્વિટથી વિવાદ
આ દરમિયાન ચૂંટણી કમિશનની તારીખોની જાહેરાત પહેલાં જ ભાજપના આઇટી મીડિયા સેલના હેડ અમિત માલવીયના ટ્વિટથી વિવાદ ઉભો થયો છે. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે 12 મેના રોજ ચૂંટણી થશે અને 18 મેના રોજ પરિણામ આવશે. તે પહેલાં આ વિવાદ ઉભો થયો છે કે આખરે ચૂંટણી કમિશનની જાહેરાત પહેલાં અમિત માલવીયને કેવી રીતે ખબર પડી કે ચૂંટણીની તારીખો કઇ હશે? જ્યારે હજુ સુધી ચૂંટણી કમિશન પ્રેસ કોંફ્રેંસ કરી રહ્યું હતું અને તેમાં આ તારીખોની જાહેરાત કરવામાં આવી ન હતી.? આ વિવાદ એટલા માટે વધી ગયો છે કે કારણ કે તેમાં કરવામાં આવેલી બે ભવિષ્યવાણીઓમાં એક સટીક નિકળી. આ બાબતે ચૂંટણી કમિશનને પ્રેસ કોંફ્રેંસ દરમિયાન પૂછવામાં આવ્યું તો મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે કહ્યું કે આ ગંભીર મામલો છે. આયોગ તેની તપાસ કરશે.જો કે આ મુદ્દે Zee News સાથે વાતચીત કરતાં અમિત માલવીયએ કહ્યું કે મારે આ મુદ્દે કંઇ કહેવું નથી. જો કે એ પણ કહ્યું કે કોઇ ચેનલને જોઇને જ તેમણે આ વાત કહી છે. એટલા માટે તે ચેનલને પૂછવું જોઇએ કે આખરે તેમને કેવી રીતે આ જાણકારી મળી?
amit malviya

કર્ણાટકનો કિસ્સો
હાલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. 2013માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશની કુલ 224 સીટોમાંથી 122 કોંગ્રેસના ખાતામાં ગઇ હતી. જ્યારે ભાજપના ખાતામાં 40, જેડીએસના ખાતામાં 40 સીટો ગઇ હતી. તો બીજી તરફ ભાજપના બાગી નેતા બીએસ યેદિયુરપ્પાના ખાતામાં ફક્ત 6 સીટો ગઇ હતી. આ દરમિયાન લિંગાયત નેતા બીએસ યેદિયુરપ્પા ફરીથી ભાજપમાં સામેલ થઇ ગયા છે અને પાર્ટીએ આ વખતે તેમને પોતાના મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવ્યો. તો બીજી તરફ કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું કે મુખ્યમંત્રી સિદ્દારમૈયાના નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. 

નોર્થ-ઇસ્ટમાં લક્ષ્ય
ઉત્તર-પૂર્વમાં હવે મિઝોરમને બાદ કરતાં બધા રાજ્યોમાં એનડીએની સરકાર છે. આ વિસ્તારમાં 25 સીટો છે. ભાજપના નેતૃત્વમાં ગત વખતે તેમાંથી 11 સીટો એનડીએને મળી હતી. 2019માં પાર્ટીએ અહીં ઓછામાં ઓછી 20 સીટો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. મિઝોરમમાં પણ આ વર્ષના અંતે ચૂંટણી છે. ભાજપે આ રાજ્યને પણ કોંગ્રેસ પાસેથી છિનવી લેવાનો સંકલ્પ લીધો છે. 

કોંગ્રેસ મેઘાલયના હાથમાંથી નિકળવાનું કારણ કોંગ્રેસની સત્તા હવે ફક્ત, કર્ણાટક, મિઝોરમ અને પંજાબમાં મોટી છે. એવામાં કર્ણાટક ચૂંટણી કોંગ્રેસ માટે જીવન-મરણનો પ્રશ્ન છે કારણ કે પાર્ટી વજૂદની લડાઇ લડી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news